________________
नमः श्री परमागमजिनश्रुताय । પ્રકાશકીય નિવેદન
તીર્થનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીના દિવ્યધ્વનિમાંથી વહેલા અને શ્રી ગોતમ ગણધર આદિ ગુસ્પરપરા દ્વારા પ્રાપ્ત થયેલા અધ્યાત્મપ્રવાહને ઝીલી તથા વિદેહક્ષેત્રસ્ય શ્રી ગીમધર જિનવરના સાક્ષાત દર્શન, વંદના તેમ જ દેશનાત્રણથી પુષ્ટ કરી તેને ભગવત્યુદદાચાર્યદેવે પરમાગમરૂપી ભાજનમાં સંઘરીને અધ્યાત્મતત્વમી જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.
શ્રી કુંદકુંદાચાર્યદેવ દ્વારા પ્રણીત રચનાઓમાં શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાયસંગ્રહ, શ્રી નિયમસાર અને શ્રી અષ્ટપ્રભત –એ પાંચ પરમાગમ મુખ્ય છે. તેમાં પણ શ્રી સમયસાર ભારતવર્ષનું સર્વોત્તમ અધ્યાત્મશાસ્ત્ર છે. આ પાંચ શાસ્ત્રોના સહસકલનરૂપ આ નૂતન પંચ પરમાગમ' નામનું સ્કરણ અધ્યાત્મવિદ્યાપ્રેમી જિજ્ઞાસુઓના હાથમાં મૂકતા આનંદ થાય છે.
શ્રી તીર્થ કરભગવાનના અધ્યાત્મશાસનને જીવંત રાખનાર એવા આ સમયસાર વગેરે પરમાગમના ઊંડા હાર્દને અનુભવગત કરી પરમ કૃપાળુ પૂજ્ય શ્રી કાનજીસ્વામીએ, પ્રવચન દ્વારા તેના અમૂલા રહસ્ય સમજાવ્યા અને એ રીતે આ કાળે અધ્યાત્મરુચિનો નવયુગ પ્રવર્તાવી મુમુક્ષુ સમાજ ઉપર તેઓશ્રીએ અસાધારણ મહાન ઉપકાર કર્યો છે. આ વિષમ યુગમાં ભારતવર્ષને વિષે ગામેગામ તથા વિદેશમાં પણ અધ્યાત્મના પ્રચારનું જે આદેલન પ્રવ છે તે પૂજ્ય ગુરુદેવશ્રીના ચમત્કારી પ્રભાવનાગનું સુદર ફળ છે.