________________
૧૦ ]
પંચ પરમાગમ अहमेदं एदमहं अहमेदस्स म्हि अस्थि मम एदं । अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्रा वा ॥२०॥ आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि ॥२१॥ एयं तु असम्भूदं आदवियप्पं करेदि संमूढो ।
भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ॥ २२ ॥ હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ, જે અન્ય કે પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦. હતું મારું આ પૂર્વે, હું પણ આને હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને આને હું થઈશ ભવિષ્યમાં ૨૧. અયથાર્થ આત્મવિકલ્પ આવે, જીવ સંમૂદ્ધ આચરે; ભૂતાઈને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨.
અર્થ –જે પુરુષ પિતાથી અન્ય જે પરદ્રવ્ય–સચિત્ત સીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક–તેને એમ સમજે કે હું આ છું. આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે, હું આને છું, આ મારું છે, આ મારું પૂર્વે હતુ, આને હું પણ પૂર્વે હતા, આ મારું ભવિષ્યમાં થશે. હું પણ આને ભવિષ્યમાં થઈશ, – આ જૂઠે આત્મવિકલપ કરે છે તે મૂઢ છે, એહી છે, અજ્ઞાની છે; અને જે પુરુષ પરમાર્થ વસ્તુસ્વરૂપને જાણતો કે એ જ વિકપ નથી કરતો તે મૂઢ નથી, જ્ઞાની છે,
अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्यं । बद्धमवद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥२३॥