________________
નિયમસાર–નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર [૩૪૩ જે કાંઈ પણ દુશ્ચરિત મુજ તે સર્વે હું ત્રિવિધ તજું; કરું છું નિરાકાર જ સમરસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.
અર્થ: મારું જે કાંઈ પણ દુચારિત્ર તે સર્વને હું ત્રિવિધે (મન-વચન-કાયાથી) તજું છું અને ત્રિવિધ જે સામાયિક (ચારિત્ર) તે સર્વને નિરાકાર (નિવિક૫) કરું છું,
सम्मं मे सव्वभूदेसु वेरं मझं ण केणवि ।
आसाए वोसरित्ता णं समाहि पडिवज्जए ॥ १०४॥ સૌ ભૂતમાં સમતા મને, કે સાથ વેર મને નહીં; આશા ખરેખર છેડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪.
અર્થ–સર્વ જીવો પ્રત્યે મને સમતા છે, મારે કોઈ સાથે વેર નથી; ખરેખર આશાને છોડીને હું સમાધિને પ્રાપ્ત કરું છું,
णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो । संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे ॥१०५॥
અકષાય, ઉદ્યમી, દાન્ત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫.
અથ:–જે નિકષાય છે, કદાત્ત છે, શૂરવીર છે, વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને સંસારથી ભયભીત છે, તેને સુખમય પ્રત્યાખ્યાન (અર્થાત નિશ્ચયપ્રત્યાખ્યાન) હેાય છે. * દાન =જેણે ઈધિનું દમન કર્યું હોય એ, જેણે ઈદ્રિયોને વશ કરી હોય એ, સયમી