________________
૩૩૦ ]
પંચ પરમાગમ
કાલુષ્ય, સંજ્ઞા, મેહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.
અર્થ:–કલુષતા, મેહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાના પરિહારને વ્યવહારનયથી મને ગુપ્તિ કહેલ છે,
थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स । परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ॥ ६७ ॥ સ્ત્રી-રાજ-ભોજન-ચેરકથની હેતુ છે જે પાપની તસુ ત્યાગ, હા અલીકાદિને જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.
અર્થ –પાપનાં હેતુભૂત એવાં સીસ્થા, રાજકથા, ચારકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનને પરિહાર અથવા અસત્યાદિની નિવૃત્તિવાળાં વચને તે વચનગુણિ છે,
वंधणछेदणमारणआकुंचण तह पसारणादीया ।
कायकिरियाणियत्ती णिदिहा कायगुत्ति त्ति ॥ ६८॥ વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકેચનમયી ઈત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮.
અર્થ–બંધન, છેદન, મારણ (–મારી નાખવું), આકુંચન (-સચવું) તથા પ્રસારણ (વિસ્તારવું) ઇત્યાદિ કાઠિયાઓની નિવૃત્તિને કાયગુપ્તિ કહી છે,
जा रायादिणियत्ती मणस्स जाणीहि तं मणोगुत्ती । अलियादिणियत्तिं वा मोणं वा होइ वइगुत्ती ॥६९ ॥