________________
રહેo]
પ પરમાગમ ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ છે. ૮૩. ' અર્થ –ધર્માસ્તિકાય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોકવ્યાપક છે; અખંડ, વિશાળ અને અસંખ્યાત દેશી છે.
अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिचं । गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ॥ ८४ ।। જે અગુરુલઘુક અનંત તે-રપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિ પરિણમિતને હેતુ છે. ૮૪. ' અર્થા–તે (ધમસ્તિકાય) અનંત એવા જે અગુરુલઘુ (ગુણે, અરો) તે-રૂપે સદા પરિણમે છે, નિત્ય છે, ગતિક્રિયાચુક્તને કારણભૂત (નિમિત્તરૂપ) છે અને પિતે અકાય છે.
उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए । तह जीवपोग्गलाणं धम्मं दव्वं वियाणाहि ॥ ८५॥ જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, , ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુગલોને ગમનમાં. ૮૫.
અર્થ–જેમ જગતમાં પાણી માછલાઓને ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મદ્રવ્ય જીવ-પુદગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (-નિમિત્તભૂત હેાય છે) એમ જાણે.
जह हवदि धम्मदच्वं तह तं जाणेह दन्चमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ॥८६॥