________________
પ્રવચનસાર–શેયત-પ્રજ્ઞાપન t૧૮૭ આકાશમાં જે ભાગ ધર્મ-અધર્મ-કાળ સહિત છે, જીવ-પુદ્ગલોથી યુક્ત છે, તે સર્વકાળે લોક છે. ૧૨૮.
અર્થ –આકાશમાં જે ભાગ છવ ને પુદગલથી સંયુક્ત તથા ધર્માસ્તિકાય, અધમસ્તિકાય ને કાળથી સમૃદ્ધ છે, તે સર્વ કાળે લોક છે. (બાકીનું એકલું આકાશ તે અલોક છે.)
उप्पादहिदिभंगा पोग्गलजीवप्पगस्स लोगस्स ।
परिणामा जायंते संघादादो व भेदादो ॥ १२९ ।। ઉત્પાદ, વ્યય ને ધ્રુવતા જીવપુદ્ગલાત્મક લોકને પરિણામ દ્વારા, ભેદ ના સંધાત દ્વારા થાય છે. ૧૨૯.
અર્થ:–યુગલ-જીવાત્મક લોકને પરિણામ દ્વારા અને સઘાત વા ભેદ દ્વારા ઉત્પાદ, ધ્રૌવ્ય ને વિનાશ થાય છે.
लिंगेहिं जेहिं दव्वं जीवमजीवं च हवदि विण्णादं ।
तेऽतब्भावविसिट्टा मुत्तामुत्ता गुणा णेया ॥१३०॥ જે લિંગથી દ્રવ્યો મહી “જીવ “અજીવ એમ જણાય છે, તે જાણ મૂર્ત-અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ છે. ૧૩૦.
અર્થ –જે લિગો વડે દ્રવ્ય જીવ અને અજીવ તરીકે જણાય છે, તે અતદ્દભાવવિશિષ્ટ (-દ્રવ્યથી અદભાવ વડે ભિન્ન એવા) મૂત-અમૂર્ત ગુણે જાણવા.
૧ સઘાત = ભેગા મળવુ તે, એકઠા થવુ તે, મિલન ૨. ભેદ = છૂટા પડવું તે, વિખૂટા થવું તે