________________
સમથસાર–સર્વવિદ્ધાન અધિકાર એમ સાંખ્યને ઉપદેશ આવે, જે શ્રમણ પ્રરૂપણ કરે, તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે! ૩૪૦. અથવા તું માને “આતમાં મારો કરે નિજ આત્મને, તે એવું તુજ મંતવ્ય પણમિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧. જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં, તેનાથી તેને હીન તેમ અધિક કરવા શક્ય ના. ૩૪૨. વિસ્તારથીય વરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે, શું તેથી તે હીન-અધિક બનતો? કેમ કરતે દ્રવ્યને? ૩૪૩. માનતું જ્ઞાયક ભાવ તે જ્ઞાનરવભાવે સ્થિત રહે, તા એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪.
અથ– “કર્મો (જીવન) અજ્ઞાની કરે છે તેમ જ કર્મો (જીવન) જ્ઞાની કરે છે, કર્મો સુવાડે છે તેમ જ કર્મો જગાડે છે, કમ સુખી કરે છે તેમ જ કર્મો દુઃખી કરે છે, કર્મો મિથ્યાત્વ પમાડે છે તેમ જ કર્મો અસંયમ પમાડે છે, કર્મો ઊáલાક, અલેક અને તિર્યશ્લોકમાં ભમાવે છે, જે કાંઈ પણ જેટલું શુભ-અશુભ છે તે બધુ કર્મો જ કરે છે. જેથી કર્મ કરે છે, કમ આપે છે, કર્મ હરી લે છે–એમ જે કઈ પણ કરે છે તે કર્મ જ કરે છે, તેથી સર્વ જીવો અકારક (અકર્તા) કરે છે.
વળી, પુરુષવેદકમ સીન અભિલાષી છે અને સ્ત્રીવેદકર્મ પુરૂષની અભિલાષા કરે છે–એવી આ આચાર્યની પરંપરાથી ઊતરી આવેલી કૃતિ છે; માટે અમારા ઉપદેશમાં કેઈ પણ જીવ અબ્રહમચારી નથી, કારણ કે કમ જ કર્મની અભિલાષા કરે છે
એમ કહ્યું છે,