________________
જપ-રહસ્ય ઉચ્ચ કે મંદ જે સ્તવન તેના થકી, શ્રેષ્ઠ છે જપ અને ધ્યાન મનમાં.
ઉંચા કે નીચા સ્વરે સ્તવન સ્તોત્ર બેલીએ તેના કરતાં મનમાં જપ કરવો અને ધ્યાન ધરવું, એ શ્રેષ્ઠ છે.”
શ્રી સ્વામી શિવાનંદ સરસ્વતીએ જ પગમાં કહ્યું, છે કે “જપ વિષયો તરફ જતા વિચારપ્રવાહના બળને. અટકાવે છે. તે મનને ઈશ્વર તરફ, શાશ્વતસુખની પ્રાપ્તિ તરફ વાળવા ફરજ પાડે છે. પરિણામે તે ઈશ્વરનું દર્શન કરવામાં મદદ કરે છે. જપ માનસિક પદાર્થને પાશવતામાંથી. પવિત્રતામાં, રજસૂ માંથી સવમાં ફેરવી નાખે છે. તે મનને. શાંત અને મજબૂત કરે છે. તે મનને અંતર્મુખ કરે છે. તે મનની બહાર ફેલાયેલી વૃત્તિઓને અટકાવે છે. તે નિશ્ચય અને તપબળને ઉત્તેજે છે. પરિણામે તે ઈષ્ટદેવ અગર ઈશ્વર-- સાક્ષાત્કારના સીધા દશન તરફ લઈ જાય છે.”
શ્રી મોટા એક આધ્યાત્મિક પુરુષ તરીકે આજે ગુજરાતમાં વિખ્યાત છે. તેમણે સપોગી જપસાધના. ગ્રંથની પ્રસ્તાવનામાં કહ્યું છે કે “જપ એક અમેઘ દેવી. શક્તિ છે, એ તે એના પ્રયોગમાં જેમણે યહોમ કરીને ઝંપલાવ્યું છે ને એમાં સર્વ રીતે સર્વ ભાવે સમર્પણ કર્યું છે, એવા પ્રયોગવીરને સમજાયા વિના, અનુભવાયા વિના રહી શકતું નથી. . . .
જપનું મહત્ત્વ સમજવા માટે આટલી પ્રશંસા પર્યાપ્ત. નથી શું ?
.