________________
૧૭
જપ એક પ્રકારનું શક્તિસાધન
પામે હજી પરિતાપ, કમળમુખી પ્રમાદથી; - કમળના સરખી મુખવાળી સ્ત્રી પ્રમાદથી હજી સુધી ખેદ પામે છે.”
જુદા જુદા વિદ્વાનોએ તેનું બીજું ચરણ બનાવ્યું. પણ તેમાં રાજાના મનનો ભાવ આવ્યો નહિ. તે વખતે તેણે સૂરિજી સામે જોયું, એટલે તેમણે તરત જ સમશ્યા પૂરી કે
ઢાંકયું એનું અંગ, વહેલા ઉઠી જયારથી.
“હે રાજા! તમે પ્રભાતમાં રાણી કરતાં વહેલા જાગ્યા હતા, ત્યારે તેનું એક અંગ ઉઘાડું રહી ગયું હતું. તે તમે ઢાંકયું, તેથી તે હજી સુધી ખેદ પામે છે.”
' આ સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો, કારણ કે ઘટના આ પ્રકારે જ બની હતી.
આ એક વખત આમ રાજા જંગલમાં ગયે. ત્યાંથી એક કાળા સાપને મોઢેથી પકડી કપડામાં વીંટાળી મહેલે લા. પછી તેણે સભાજનેની પરીક્ષા કરવા એક સમશ્યા રજૂ કરી? શસ્ત્ર, શાસ્ત્ર, કૃષિ, વિદ્યા, બીજુ પણ જેથી જીવે
શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી અને વિદ્યા અથવા બીજું એવું જે કંઈ હોય અને જેનાથી માણસ જીવે, તેને શું કરવું?” - આ સમશ્યા રાજાના મનભાવ મુજબ કોઈ પૂરી કરી શકયું નહિં, ત્યારે સૂરિજીએ તેની પૂતિ કરી આપી. . તે આ પ્રમાણે છે :
ગ્રહી દઢ પંથે પળે, કુષ્ણભુજંગ મુખ શું: "