________________
અનેકવિધ પ્રશ્નોના ઉત્તરી આપે છે, તેમજ આરાધકોને જરૂરી માર્ગો દર્શન આપી તેમને ભા સરલ મનાવે છે, એટલે તેમની લાકપ્રિયતા ઉત્તરાત્તર વધતી રહી છે. તે માત્ર લેખક નથી, પણ સમાજના સન્નિષ્ઠ કાર્યંકર અને ઉચ્ચ કેોટિના સાધક પણ છે,
છેલ્લાં ત્રણ વર્ષીમાં તેમણે જપ અને ધ્યાન સંબંધી ઘણાં વ્યાખ્યાને આપેલાં છે, ખાસ વર્ગો ચલાવેલા છે અને આરાધનાશિક્ષણ–સત્ર યાજી અનેક જિજ્ઞાસુઓને જપ અને ધ્યાનના માર્ગે ચડાવેલા છે, એટલે આ ગ્રંથ તેમની સ્વયં સાધના તથા શિક્ષણના અનુભવતા પરિપાક છે, એમ કહીએ તે અયેાગ્ય નથી.
આ ગ્રંથની પ્રસ્તાવના હિંદી અને સંસ્કૃતના જાણીતા કવિ તથા મંત્રશાસ્ત્રના મહા વિદ્વાન ડૉ. રુદ્રદેવ ત્રિપાઠીએ લખી આપી છે, તે માટે તેમને આભાર માનીએ છીએ. તેમજ પ્રવેશકના આલેખન માટે મુંબઈ સમાચાર સાપ્તાહિકના વિજ્ઞાન્ તંત્રીશ્રી શાંતિકુમાર ભટ્ટના આભારી છીએ.
આ ગ્રંથનું સમર્પણ સ્વીકારવા માટે મુંબઈ નિવાસી ઉદારચરિત શ્રીમાન્ ચંદ્રસેન જીવણભાઈ ઝવેરી પ્રત્યે અમારી કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.
કાગળની અસન્નુ મેઘવારી તથા છાપકામના અતિ વધી ગયેલા ભાવા છતાં આ ગ્રંથ આ સ્વરૂપે તે આ મૂલ્યે અધ્યાત્મ લલિતકલા-સમારેહ' ની ભવ્ય યાજનાપૂર્વક અહાર પાડી શક્યા, તેમાં આ સમારેાહના પેટ્રને, સડાયકા તથા શુભેચ્છકોને હાર્દિક સહકાર કારણભૂત છે, તેથી તેમને ખાસ આભાર માનીએ છીએ. આશા છે કે આ ગ્રંથ જિજ્ઞાસુજતાને ઘણા ઉપયેગી થશે અને તેમને જીવનની સાચી સફલતાના માર્ગે દેરી જશે.
-પ્રકારાકે