________________
૩૪૦
ધ્યાનરહસ્ય
અમે ધ્યાનાભ્યાસ કર્યો ન હોત અને મનની એકાગ્રતા અમુક પ્રમાણમાં સાધી ન હોત, તે અમે અમારી આરાધના યથાર્થ પણે કરી શકતા નહિ. માનસિક એકાગ્રતા વિના કઈ પણ દેવ, દેવી કે યંત્રની યથાર્થ આરાધના થઈ શકતી નથી, એ હકીકત છે, દૈવી શકિતને સાક્ષાત્કાર થવા માટે પૂજાદિ જે ચાર પગથિયાં નિર્માણ થયેલાં છે, તેમાં ધ્યાનનું સ્થાન ઘણું ઊંચું છે.