________________
૩૩૮.
. ધ્યાન-રહસ્ય આવશ્યકતા રહે છે. અન્યથા એ પ્રાગે સફલતાપૂર્વક થઈ શક્તા નથી. . . . *. શતાવધાનમાં “સપ્તાનુસંધાન” નામનો એક પ્રયોગ છે, તેમાં સામે ઊભેલી ત્રણ વ્યક્તિઓ પિતાના હાથમાં રહેલી વસ્તુઓ બતાવે છે અને તરત જ લઈ લે છે. એ જ વખતે અવધાનકારની ડાબી-જમણી બાજુએ થેડે છેડે દૂર ઊભેલી વ્યકિતઓ કઈ પરિચિત ભાષાને શબ્દ કે કઈ દેવ-દેવીનાં નામ સંભળાવે છે અને પાછળ ઊભેલી બે વ્યકિતઓ અવધાનકારે પાછળ રાખેલા બે હાથમાં એકી સાથે બે વસ્તુઓનો સ્પર્શ કરાવે છે. આ રીતે સાત વસ્તુઓની મનમાં ઝડપથી ધારણ કરવાની હોય છે અને ઉત્તરસમયે તેનું ઉદ્બોધન કરવાનું હોય છે, તેથી તેને સપ્તાનુસંધાન કહે છે. જે ધ્યાનશક્તિ સારી રીતે કેળવાઈ હોય તે જ ' આ પ્રયોગ શક્ય બને છે.
: સ્વ. શ્રી સેમેશચંદ્ર બસુએ ૬૪ અંકને ૬૪ અંકથી મનથી ગુણી બતાવવાનો પ્રયોગ સફળતાથી કરી બતાવ્યું હાજર હતા અને તેમણે અંગ્રેજી અને ફ્રેંચ સિવાય યુરોપની આઠ ભાષાઓના શબ્દો સંભળાવ્યા હતા. તેનું ઉદબોધન કરવામાં અમે સફલ થયા હતા, અને તે માટે અમને ખાસ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. કરાંચીમાં માત્ર ડોકટરોની મળેલી સભામાં અમને બાયોલેજીને લગતા ૨૦ પારિભાષિક જર્મન શબ્દો સંભળાવવામાં આવ્યા હતા, જે યાદ રાખવાનું કામ અતિશય અઘરૂં હતું, પણ મનની અસાધારણ એકાગ્રતાને લીધે એ શબ્દો અને બરાબર કહી આપ્યા હતા અને તે માટે અમને રીપ્યચંદ્ર અર્પણ થયો હતો.