________________
૩૩૬
ધ્યાન-રહસ્ય. એક મહાપુરુષે કહ્યું છે કે “જે તને સદ્ગુરુ ન જ સાંપડે તો તું તારે ગુરુ થા.” અને આ બાબતમાં એમ જ બન્યું હતું. અમારા અંતરની સૂઝ-સમજ પ્રમાણે અમે આગળ વધતા હતા, આમ છતાં અમે તેમાં કેટલીકપ્રગતિ જરૂર કરી હતી.
અમારે આ ધ્યાનાભ્યાસ શતાવધાનના પ્રાગે. કે જેણે અમને ખૂબ ખ્યાતિ આપી છે, તેમાં ઘણું કામ. લાગે. સને ૧૯૩૫ની સાલમાં અમે ગુજરાતના વીજાપુર. ગામમાં શ્રી રામચંદ્ર જમનાદાસ અમીનના પ્રમુખપદે. ભરાયેલી માનવમેદની સમક્ષ પૂરાં સે અવધાન કરી બતાવ્યાં. અને તેથી પ્રભાવિત થયેલી જનતાના આગ્રહથી ત્યાંના જૈન. સંઘે અમને સુવર્ણચંદ્રકપૂર્વક શતાવધાનીનું બિરુદ અર્પણ કર્યું. ત્યારપછી પાટણ, મુંબઈ વગેરે સ્થળોએ પણ પૂરાં સો અવધાન કરી બતાવતાં અમારી પ્રતિષ્ઠામાં વધારો થયો. ૩૨, ૪૦, ૪૮, પર તથા ૬૪ અવધાન તે અમે અનેક સ્થળેએ કરી બતાવેલાં છે અને તેણે અમને સારી એવી. લોકપ્રિયતા આપી છે.
અવધાનપ્રયોગોને સામાન્ય રીતે “મરણશકિતના. અભૂત પ્રગ” કહેવામાં આવે છે, પણ તેમાં ધ્યાનશકિતન-મનની એકાગ્રતાનો પણ એટલે જ ઉપગ હોય. છે, એટલે તેને “સ્મરણશક્તિ તથા મનની એકાગ્રતાનો. પ્રયોગો (Wonderful Feats of Memory and Con centration) કહેવા જોઈએ .