________________
:૩૩૨
ધ્યાન-રહસ્ય પિતાના અનુભવથી કહી છે, એટલે આપણે તેમાં શ્રદ્ધાન્વિત થવું જોઈએ.
અહીં એ સ્પષ્ટતા કરી દઈએ કે આજે “શકિતપાતને વાયરે વાયે છે, એટલે કે ઈ પણ ધ્યાનમાં છેડે આગળ
કે બીજાના માથે હાથ રાખી તેમાં પિતાની સંપૂર્ણ શકિતનો સંચાર કરવાને દાવો કરે છે, પણ આમાંના એ એ નવાણું ટકા દાવા બેટા હોય છે. જેની પિતાની કુંડલિની શકિત જાગૃત થઈ નથી, તે બીજામાં શકિતનો સંચાર શી રીતે કરી શકે ? ખરી વાત તો એ છે કે સુ મનુષ્ય જપ-ધ્યાનને આશ્રય લઈ પોતાની કુંડલિની શક્તિ જાગ્રત કરવાની છે, અને તેમાં જ સાચી મા છે. બીજાની ઉછીની લીધેલી શકિતઓ કેવા સંગમાં કેટલું કામ આપે ? એ વિચારણીય છે. ધ્યાનશકિતના નામે પણ અનેક ધતીંગ ચાલી રહ્યા છે, તેમાંથી બચવા માટે જ અમારું આટલું સ્પષ્ટીકરણ છે.
આપણે જે શરીર વડે જગતમાં ઓળખાઈએ છીએ, તેને સ્થૂલ શરીર સમજવાનું છે, કારણ કે તે દશ્ય છે, -સહુની નજરે પડે એવું છે. આ શરીરમાં અન્નમય કોષ અને પ્રાણમય કેષ રહેલા છે. અનમય કોષનું કાર્ય અન્નને પચાવવાનું છે અને એ રીતે સ્થૂલ શરીર ટકાવવાનું છે. આપણું જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો આ કોષમાં સમાવેશ થાય છે. આ અન્નમય કોષની લગેલિગ એટલે કે તેને જોડાઈને પ્રાણમય કેષ રહેલે છે કે જે પ્રાણવાયુને સારાયે