________________
સફળતાનું સબળ સાધન
૩રપ આશ્રય લે પડે છે અને તે જ ગુંચ ઉકેલાય છે, મામલે સુધરે છે અને પરિસ્થિતિની વિકટતા દૂર થાય છે.
કેટલાક સૈનિકો જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે પાણીની તંગી પડી. તેમણે અહીંતહીં ઘણી શેધ કરી, પણ પાણી મળ્યું નહિ. આ વખતે એક પાકટ ઉંમરના સૈનિકે શેડી વાર ધ્યાન ધર્યું કે તેને યાદ આવ્યું : “ગધેડાં ભેંય સુંઘતા પાણી તરફ જાય છે. હવે તેમની સાથે ભાર ઉચકવા માટે કેટલાંક ગધેડાં પણ હતાં. તેમણે એ ગધેડાઓને છોડી મૂક્યાં, એટલે તે ભેંય સુંઘતાં સૂંઘતાં એવા સ્થાને ગયાં કે જ્યાં ખરેખર પાણી હતું. - બીજા વિશ્વયુદ્ધ વખતે હીટલરે હાહાકાર મચાવ્યો હતું અને મિત્રરા વિકટ પરિસ્થિતિમાં મૂકાઈ ગયાં હતાં. તે વખતે યુદ્ધ વિશારદેની એક ગુપ્ત મંત્રણ–પરિ. પદ્ ભરવામાં આવી. ત્યાં તેમણે ઊંડું ચિંતન કર્યા પછી
એ અભિપ્રાય આપ્યો કે જે જર્મનીને પરાસ્ત કરવું હિય તે તેના પર સર્વ શક્તિ લડાવીને એમ્બમારે કરે. તેના બધા રસ્તા તૂટી ગયા પછી લશ્કરની અવરજવર કે દારૂગોળા અને શસ્ત્રાસ્ત્રોની હેરફેર થઈ શકશે નહિ, એટલે તેનું તંત્ર તૂટી પડશે. અને ખરેખર એમ જ બન્યું. ..
પૂબ ઊંડું ચિંતન કરતાં અંતઃ પ્રેરણા મળે છે અને તે ઘણું વખત સારી હોય છે. તેમાં ચે જેઓ આંતરિક વલણવાળા હોય છે, તેમને તે આવું ઘણીવાર થાય છે. એક વાર અમે નાણાંકીય મુશ્કેલીમાં આવી પડ્યા હતા,