________________
૩૦૮
ધ્યાન-રહસ્ય
કરી દઈએ કે અમારી ભાગીદારી તે છેડા જ વખતમાં છૂટી થઈ ગઈ હતી, પણ અમે સ્વતંત્ર રીતે અમારું વૈદકનું કામ ચાલુ રાખ્યું હતું.
અહીં પ્રાસંગિક એ પણ જણાવી દઈએ કે અમે આ. વખતે વૈદક ઉપરાંત એગ અને મંત્ર-તંત્ર સંબંધી પણ વિપુલ વાંચન કર્યું, જે અમને ઘણું ઉપયેગી થયું. સાથે એ પણ જણાવી દઈએ કે અમારી પાસે ઘણીવાર અટપટા કેસે આવતા અને તેની શી ચિકિત્સા કરવી? તે સંબંધી ધ્યાન ધરતા-ઊંડું ચિંતન કરતા કે અંતરમાંથી ફુરણા થતી કે આને આ દવા આપો અને એ દવા આપતાં તેને સારું થઈ જતું. એટલે તે દદી બીજા દર્દીઓને બોલાવી લાવો અને એ રીતે અમારી ગ્રાહક સંખ્યા વધવા પામી.
આ ધંધો બરાબર સાત વર્ષ ચાલે અને અમે. દેવામાંથી પૂરેપૂરા મુક્ત થઈ ગયા. ત્યારબાદ એક એવી. ઘટના બની કે અમે પાછા સાહિત્યના ક્ષેત્રમાં આવી ગયા. અને તેના સર્જન, પ્રકાશન તથા પ્રચારમાં રસ લેવા લાગ્યા. ત્યારથી આજ સુધી એમાં જ મગ્ન છીએ. એમાં અમને, કોઈ આર્થિક મુશ્કેલી નડી નથી. અમે અમારા પગ પર. ઊભા રહીને બધું કાર્ય સારી રીતે કરી શકીએ છીએ. * આ રીતે ધ્યાનનો પ્રભાવ નિહાળવાના પ્રસંગે અમારા. જીવનમાં અનેક વાર આવ્યા છે, તેથી જ અમને ધ્યાનની શક્તિમાં અનન્ય શ્રદ્ધા છે અને ધ્યાનનો આશ્રય લેવાની સહુ કેઈને જોરદાર ભલામણ કરીએ છીએ.