________________
૨૪૪
જપ-રહા
આ સંપ્રદામાં હોમ પછી દશમા ભાગે તર્પણ, તેના દશમા ભાગે બ્રહ્મભેજન તથા તેના દશમા ભાગે માર્જન કરવાને વિધિ પણ બતાવે છે. દેવની તૃપ્તિ. અર્થે મંત્ર બોલીને આચમની વડે જલ અર્પણ કરવું, તે તર્પણ કહેવાય છે. બ્રાહ્મણોને મીઠું ભેજન કરાવવું, તે બ્રહ્મભોજન કહેવાય છે અને શરીરની બાહ–અત્યંતર શુદ્ધિ માટે મંત્ર બોલી કુશ (દાભડા) આદિ વડે શરીર પર જલનાં છાંટણાં નાખવાં, તે માર્જન કહેવાય છે. પરંતુ અમુક અપવાદ સિવાય આજે તેને પ્રચાર નથી. આ ક્રિયાઓ. જયસાધના કરતાં ધર્મસંસ્કારની વિશેષ પોષક છે. અમે તેને ફલપ્રાપ્તિ માટે અનિવાર્ય લેખતા નથી. જૈન, બૌદ્ધ, શીખ, ઈસાઈ, મુસલમાન, વગેરે ધર્મના અનુયાયીઓએ હોમ, તર્પણ, બ્રહ્મભેજન તથા માર્જનની ક્રિયાઓને અનુસર્યા વિના પણ મંત્રસિદ્ધિ મેળવેલી છે. પરંતુ જેમની શ્રદ્ધા આ ક્રિયાઓમાં હોય, તે એને જરૂર અનુસરે. તેથી નુકશાન તો થવાનું નથી જ.