________________
આટલું યાદ રાખો કેકેડિયામાં દીપક પ્રગટાવી તેની સન્મુખ મૂક્યો. નાગરદાસના ‘આશ્ચર્યને પાર રહ્યો નહિ. બારણું તે બંધ છે, છતાં
અહીં કેણ આવ્યું ? અને તેણે આ ઘીને દીવે મારી સન્મુખ શા માટે મૂ? પણ તે વધારે વિમાસણમાં પડે તે પહેલાં પાછળથી અવાજ આવ્યેઃ “નાગર! હું તારી શ્રદ્ધા, તારી સચ્ચાઈ અને તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું અને તારા કેડે રહેવા આવી છું, માટે તું જરા પણ ભય પામીશ નહિ.” ત્યારે નાગરદાસનો જીવ હેઠે બેઠે, એટલું
જ નહિ પણ તે ઘણે જ રાજી થયો. તેણે માતાજીનાં " દર્શન કરી તેમને વારંવાર નમસ્કાર કર્યા અને માતાજી અદશ્ય થયા.
' ' ' નાગરદાસ બીજા દિવસે સવારમાં પિતાના નિયમ અનુસાર નજીકના ધર્મસ્થાનકે પિતાના ત્યાગી ગુરુદેવને
વંદન કરવા ગયે, ત્યારે તેણે રાત્રે બનેલી હકીક્ત કહી " સંભળાવી. ગુરુને આ બાબતમાં શ્રદ્ધા બેઠી નહિં, કારણ
કે પોતે વિદ્વાન હતા, શાસ્ત્રોના જાણકાર હતા અને શ્રી 'ચકેશ્વરીદેવીને જપ કરતા હતા, છતાં તેમને અત્યાર સુધી “આવો કઈ અનુભવ થયું ન હતું. તેમણે કહ્યું : “બેટા નાગર! તને કોઈ ભ્રમ તે થયે નથી ને?” નાગરદાસે કહ્યું: “બાપજી! હું પૂરેપૂરા સાનભાનમાં હતો અને મારા રોજના નિયમ પ્રમાણે માલા ગણતો હતો, ત્યારે જ આમ બન્યું છે.”
- ગુરુએ કહ્યું: “આ કાળમાં આવું બનવું મુશ્કેલ છે!”