________________
" જપ-રહસ્ય છે કે જે મંત્રશક્તિને જાગૃત કરવામાં અતિ ઉપયોગી મનાયેલ છે.
સામાન્ય સાધકે આ વર્ણમાલાને ઉગ કરી શકે -નહિ, પણ વિશિષ્ટ અધિકારીઓ તેને ઉપગ કરી લાભાન્વિત થઈ શકે છે.
આજે તે પરિસ્થિતિ એવી છે કે આપણે આ પવિત્ર વર્ણમાતૃકાના અક્ષરો જેને સુશિક્ષિત કહીએ તે પણ પૂરેપૂરા બોલી શકતા નથી. બે વર્ષ પહેલાં એક ધાર્મિક શિક્ષણ શિબિર કે જેમાં મેટ્રીક ભણેલા અને તે ઉપરના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા હતા, ત્યાં અમે પ્રાસંગિક વર્ણમાતૃકાના વણે–અક્ષરે બોલવાનું એક વિદ્યાથીને કહ્યું, ત્યારે તે માથું ખજવાળવા લાગે. બીજાને પૂછયું, ત્યારે તેણે નીચું જોયું. આ રીતે ચાર-પાંચ વિદ્યાર્થીઓને પૂછયું, પણ કેઈએ તેને સંતોષકારક ઉત્તર આપે નહિ. અમે કહ્યું ઃ
આ દશા?” ત્યારે એક વિદ્યાથીએ કહ્યું: “સાહેબ! -આજે તે ઈંગ્લીશ મિડિયમ એટલે અંગરેજીના માધ્યમ દ્વારા પ્રારંભથી શિક્ષણ અપાય છે, એટલે ગુજરાતી કક્કો બોલવામાં પણ મુશ્કેલી પડે છે, ત્યાં સંસ્કૃત ભાષાની વર્ણમાતૃકા તે આવડે જ ક્યાંથી?” અમે એ વાત છેડી બીજા વિષય પર ગયા, પણ અમારા મનમાં ખેદનો પાર રહ્યો નહિ. આજની શિક્ષણપ્રથાનાં ભાવી પ્રજા પર આવતાં પરિણામે ખરેખર ! અત્યંત ખેદજનક છે. તેમાં ઈશ્વર, ધર્મ, પ્રાર્થના આદિ સંબંધી ખાસ કંઈ આવતું જ નથી. થડા નીતિના