________________
૧૮૨
જપ-રહસ્ય. મંદ ગતિએ જપ કરે છે, તેને રેગ થાય છે, તેથી સમગતિએ જંપ કરવું હિતાવહ છે. અહીં મોતીની માળાનું ઉદાહરણ લક્ષમાં રાખવું. મોતીની માળામાં મતીએ એકબીજાને અડકીને રહેલાં હોય છે, તેમ મંત્રપદે એક પછી એક તરત જ બેસવાં, પણ તેની વચ્ચે અંતર રાખવું નહિ. બે મંત્રપદોના ઉચ્ચારણમાં અંતર પડે તો તેની ફલદાયકતા ઘટી જાય છે.
બીજા એક તંત્રકારે જપના છે નિયમો જણાવ્યા છે, તે પણ આપણે લક્ષ્યમાં રાખવા જેવા છે.
नोच्चैर्जपं च संकुर्याद् रहः कुर्यादतन्द्रितः । समाहितमनास्तूष्णीं मनसा वापि चिन्तयेत् ॥ (૧) જપ મોટેથી બેલીને કરે નહિ.
પ્રણવમંત્રનો જપ મોટેથી બેલીને કરવામાં આવે છે, તેને અપવાદ સમજ. . (૨) જપ એકાંતમાં કરવો.
જ્યાં કેઈની અવરજવર ન હોય તેને એકાંત સમજવી આ રીતે વનપ્રદેશ, ગુફા, ખંડિયેર, મકાન તેમજ પોતાના મકાનના જે ભાગમાં ખાસ અવરજવર ન હોય તે ભાગ પસંદ કરી શકાય. * (૩) જપ અનિદ્રિત થઈને કરવો. ' જે સ્થિતિમાં નિદ્રા આવે, કાં આવે, તે સ્થિતિમાં જપ ન કરતાં બાકીના સમયમાં જપ કરે.