________________
૨૦
શુદ્ધિ, મનની સ્થિરતા, નિયમબદ્ધતા, જપ કયાં કરો ? જે ક્યારેક કરો ? જપ કેમ કરે છે અને તે અંગેના વિધિ-નિષેધ બતાવી છે
પસંખ્યા, વર્ણમાલા, કરમાલા, અક્ષમાલાનાં સ્વરૂપ, પ્રક્રિયા તથા પ્રયોગ વિષે અત્યાવશ્યક પણ ટૂંકમાં સારભૂત અંશે સહેલાઈથી સમજાવ્યા છે. તે પછી ધ્યાનની અનિવાર્યતા, હેમાદિ, જપનું તાંત્રિક
અનુષ્ઠાન, આધ્યાત્મિક અનુષ્ઠાન, અજપાજપ તથા ઉપયોગી મંત્ર -સંગ્રહ આપે છે.
ધ્યાનનાં રહસ્યને ઉકેલતા બીજા ખંડમાં ધ્યાન અપૂર્વ મહિમા, સફળતાનું સબળ સાધન, ધ્યાનના હેતુઓ, ધ્યાન અંગે અમારો અનુભવ, કેટલાક પ્રાથમિક પ્રયોગ, ધ્યાનાભ્યાસ તથા છેલ્લે પ્રશ્નોત્તરી આપી ગ્રંથને સાંગોપાંગ બનાવવામાં ભારે શ્રમ ઉઠાવ્યો છે.
લગભગ ચારસો પાનાના આ ગ્રંથમાં લખાયેલી સામગ્રીને જોતાં એમ લાગે છે કે ગાગરમાં સાગરને પૂરવાની” ઉકિતને ચરિતાર્થે કરવામાં કુશળ પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઈએ ખરેખર સફળતા મેળવી છે.
સમાદર અને શુભેચ્છા
આવા સગ્રંથને સર્વત્ર સમાદર થાય તેમજ આપણી પ્રજા સંસ્કારના આ ઉત્તમ વારસાને યથાશક્ય જીવનમાં ઉતારે એ વાંછનીય છે. પરમાત્માએ જે અપૂર્વશક્તિ, અનેરી પ્રતિભા અને અનેક શાનું અદ્ભુત જ્ઞાન ૫. શ્રી ધીરજલાલભાઈને આપ્યું છે, તેનો સદુપગ કરી રાષ્ટ્રસેવા, સમાજસેવા, ધર્મસેવા અને વિશ્વસેવામાં જ પિતાની શક્તિને વહેતી રાખવા તેમજ કોઈ પણ સંકટની સામે પણું “નયાઘાત થઃ પ્રવિત્તિ પર્વ ધીરઃ” ની ભાવનાથી અગપણે સાહિત્યસેવામાં જ પિતાનો વિનિયોગ કરી તપસ્વી: