________________
[૨૪] જપ ક્યારે કરવું?
“જપ ક્યારે કરે? એ પ્રશ્ન પણ સ્પષ્ટ ઉત્તર માગે છે, તેથી પ્રસ્તુત પ્રકરણમાં તે અંગે વિવેચન કરીશું.
- કેટલાક કહે છે કે અમારે આખા દિવસનો કાર્યક્રમ. એ રીતે ગોઠવાઈ ગયો હોય છે કે અમને સમય જ મળતું નથી, તો જપ ક્યારે કરીએ? એ વાત સાચી છે કે આજે જીવનની જંજાળ વધી છે અને પહેલાં કરતાં. વ્યાપાર-ધંધા કે નોકરી–ચાકરી પર વધારે ધ્યાન આપવું. પડે છે, આમ છતાં મન પર લેવાય તે જપ કરવા જેટલો. સમય જરૂર મળી રહે, એમ અમારું માનવું છે. - પ્રથમ તે આમ કહેનારા કેટલા વાગે ઉઠે છે?-- તે વિચારવું જોઈએ. જો તેઓ સાત-સાડા સાત વાગ્યે. ઉઠતા હોય, તે એ ટેવ સુધારવી જોઈએ અને વહેલા.. ઉઠવાની ટેવ પાડવી જોઈએ.