________________
જપ-રહસ્ય. અહીં ધાવડી અને બિલીને જે ઉલ્લેખ છે, તે ઘણી ભાગે પંચવટીનું સૂચન કરે છે, કારણ કે પંચવટીમાં ધાવડી, બીલી, વડ, પીંપળે અને અશોક એ પાંચ વૃક્ષને સમૂહ. હોય છે. કલકત્તામાં ગંગાનદીના કિનારે દક્ષિણેશ્વર નામનું જે સ્થાન છે, ત્યાં આ પ્રકારની પંચવટી હતી અને તેમાં. બેસીને શ્રી રામકૃષ્ણ પરમહંસે સાધના કરી હતી, પરંતુ આજે તે ત્યાં માત્ર વડ જ રહ્યા છે.'
અહીં અમે એટલી સ્પષ્ટતા કરવા ઈચ્છીએ છીએ કે કેટલાક સાધકે એ માત્ર વડ, પીંપળા કે અન્ય કેઈ ઘટાદાર વૃક્ષની છાયામાં બેસીને જપસાધના કરી છે અને સિદ્ધિ મેળવી છે, એટલે સાધકે કેઈ સુંદર ઘટાદાર વૃક્ષને. આશ્રય લેવામાં હરક્ત નથી.
પર્વતને શિખરપ્રદેશ સામાન્ય રીતે જનસંસર્ગથી. રહિત હોવાથી અને ત્યાંનું વાતાવરણ ઘણું શુદ્ધ હોવાથી તે જપસાધના માટે અનુકૂળ મનાય છે. આ જ કારણે. ભારતના અનેક પર્વતના શિખર પર નાના મોટા આશ્રમો. બંધાયા છે અને ત્યાં સાધકે એક યા બીજા પ્રકારની. સાધના કરે છે. અમે પર્વતના શિખર પર એકલા બેસી જપ–ધ્યાન કરવાને કેટલેક અનુભવ લીધે છે અને તેને અમારા મન પર ઘણે પ્રભાવ પડે છે. સને ૧૯૨૪ની સાલમાં અમે કાશ્મીરનો પ્રવાસ કર્યો, ત્યારે મારી હીલના મથાળે કેટલીક વખત એકલા બેઠા હતા, ત્યારે અમારું - ' X આ સ્થાનની ઇંલ્લી યાત્રા અમે તા. ૧૪-૬-૭૪ના રોજ કેટલાક મિત્રો સાથે કરી હતી.