________________
૧૪૬
- જપ-રહસ્ય છૂટી ગયા અને પિલા પિપટનાં બચ્ચાંને પ્રશ્ન કર્યો તે તેના પ્રાણ છૂટી ગયા. તમે સાચું કહેતા નથી, એટલે મારે હવે પૂછવું નથી. પૂછવામાં તે ઉલટી હત્યા ગળે વળગે છે.” શ્રીકૃણે કહ્યું : “નારદજી ! ગભરાઓ મા. પેલું ગાયનું વાછરડું હમણાં જ જન્મેલું છે. તે તમારા પ્રશ્નો ઉત્તર આપશે.” " નારદજી બીતાં બીતાં પેલા વાછરડા પાસે ગયા. બે વાર કડવો અનુભવ થઈ ચૂક્યું હતું અને ત્રીજી વાર પણ આવું પરિણામ તે નહિ આવે ? એવી એમના મનમાં દહેશત હતી. છતાં તેમણે વાછરડાં સામે જોઈ પ્રશ્ન કર્યો? “સત્સંગનું ફળ શું?” એટલે પેલું વાછરડું મરણ પામ્યું અને તેને દેહ જમીન પર ઢળી પડયો. .
અરરર! આ ગેહત્યા થઈ. હવે શું થશે ?” આપણા દેશમાં બ્રહ્મહત્યા, ગોહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા, એ ચાર હત્યાનું પાપ બહુ મોટું મનાયેલું છે. તેમાં ચે સંત પુરુષના હાથે આવું કામ થાય, તે તેની આંતરડી કકળ્યા વિના રહે નહિ. તે ખૂબ કચવાતા મને શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને લડવા મંડી પડ્યા. શ્રીકૃષ્ણ તેમને ઠંડા પાડીને કહ્યું : “નારદજી! હવે હું તમને સાચું કહું છું. તમારા પ્રશ્નનો જવાબ અવશ્ય મળશે. જુઓ આ નગરીના રાજાને ત્યાં પુત્રનો જન્મ થયેલ છે. તેને પ્રશ્ન પૂછે. :