________________
૧૩)
શુદ્ધિની આવશ્યકતા
. નામજપના પ્રચારકે કહે છે કે ભગવાનનું નામ ઉલટું બોલાય તે પણ વાંધો નહિ. રત્નાકર નામના પારધિએ “મા” “મા” એ રીતે ઉલટા નામનો જપ કર્યો હતે, છતાં તેનો ઉદ્ધાર થયા. તે આગળ જતાં વાલ્મીકિ નામને મહષિ બને. પરંતુ “મરા “મરા બોલતાં રામ નામને વનિ થયું અને તેનું જ ખરું મહત્વ હતું, એ વાત લક્ષ્ય બહાર રાખવાની નથી. વળી આ બધા આપવાદિક દાખલાઓ છે અને તે નામજપ કે નામસ્મરણનું માહાસ્ય વધારવા માટે દેવાયેલા છે, પણ વિધિની બાબતમાં તે રાજમાર્ગને જ અનુસરવાનું છે, અન્યથા સિદ્ધિ થવાનો સંભવ નથી. વળી મંત્રના અક્ષર જે રીતે વ્યવસ્થિત થયેલા હોય, તે જ પ્રમાણે ઉચ્ચારની શુદ્ધિપૂર્વક બેલવા જોઈએ. મંત્રના અક્ષરે બરાબર બેલીએ પણ તેમાં ઉચ્ચારનું ઠેકાણું ન હોય, તે એમાંથી વનિ ઉઠતા નથી અને તેના દ્વારા જે અસર થવા ધારી હાય, તે થતી નથી, એટલે મંત્રશુદ્ધિમાં વર્ણવ્યવસ્થા અને ઉચ્ચારશુદ્ધિ એ બંને અપેક્ષિત છે.
દ્રવ્યશુદ્ધિ એટલે મંત્રજપ દરમિયાન જે જે દ્રવ્ય - - કે વસ્તુ વાપરવાની હોય, તે બધી શુદ્ધિવાળીહેવી જોઈએ,
શુદ્ધ હેવી જોઈએ. મંત્રજપ શરૂ કરતાં પહેલાં મંત્રદેવતાની પૂજા કરવાની હોય છે, તેમાં જે જલ, દૂધ, દહીં, ઘી, સુગંધી પદાર્થો, પુષ્પ, નૈવેદ્ય વગેરે વાપરીએ તે શુદ્ધ હિાવાં જોઈએ અને જપ કરતી વખતે જે આસન, માળા