________________
શુદ્ધિની આવશ્યકતા
૧ર૭. - શરીરશુદ્ધિ પછી મનશુદ્ધિને વિચાર આવે છે. મનઃશુદ્ધિ એટલે મનમાંથી પાપી વિચારેને દૂર કરવા. આનો અર્થ એ છે કે જપસાધના માટે તૈયાર થઈએ ત્યારે સંસારયવહારની કઈ વાત વિચારવી નહિ, એટલું. જ નહિ પણ આપણા આપ્તજનેને કહી રાખવું કે જ્યાં સુધી હું જપ કરતો હોઉં ત્યાં સુધી તમારે મારી આગળ આવવું નહિ અને સંસારવ્યવહારની વાત કરવી નહિ. આમાં કેટલીક વાર કટી થાય છે, પણ આખરે તેનું, પરિણામ સારું આવે છે.
એક શેઠ રેજ નાહી–ધેઈને માળા ગણતા હતા, પણ મન ઠેકાણે રહેતું ન હતું. એક વખત તેઓ આ રીતે માળા ગણતા હતા, ત્યાં કોઈએ બારણું ખખડાવ્યું અને અંદર દાખલ થઈને પૂછ્યું કે “શેઠ ઘરમાં છે?” એ વખતે શેઠના નાના છોકરાની વહુ જે ઘણું ચતુર હતી, તેણે જવાબ આપે કે “ના, એ તો ઉઘરાણી કરવા મચીવાડે , ગયા છે.” આ સાંભળી પેલે માણસ ચાલ્યા ગયે.
હવે શેઠે આ સવાલ-જવાબ સાંભળ્યા કે મનમાં ખળભળાટ મચ્યો છેકરાની વહુએ આ જવાબ કેમ આવે? આ માણસનું તે માટે ખાસ કામ હતું. હવે શું ? વગેરે. તેમણે માળા જેમતેમ પૂરી કરી અને બહાર આવીને છોકરાની વહુને કહ્યું કે “તમે જાણો છો કે હું ઓરડામાં બેસી માળા ગણી રહ્યો છું, છતાં તમે પેલા માણસને એમ કેમ કહ્યું