________________
શ્રદ્ધાનું આલંબન
૧૨૬ અપવિત્ર છે. તેનું ભક્ષણ કરવું એગ્ય નથી.” શિયાળે પૂછયું : 'એ કેવી રીતે?” કવિ કહેઃ “સાંભળ- આ મનુષ્ય મોઢેથી કઈ દિવસ ભગવાનનું નામ લીધું
ન હતું, એટલે તેનું મોટું અપવિત્ર છે. તેણે કાન વડે કિઈ દિવસ હરિથા કે સાધુસંતોની વાણી સાંભળી ન હતી,
એટલે કાન પણ અપવિત્ર છે. તેણે મસ્તક વડે કઈ દિવસ સારા વિચાર કર્યા ન હતા, એટલે મસ્તક પણ અપવિત્ર છે અને કઈ પણ માણસનાં વખાણ સાંભળતાં જ તે નાકનું ટીચકું ચડાવતું હતું, એટલે તેનું નામ પણ અપવિત્ર છે.
વળી હાથ વડે કોઈ દિવસ કેઈને દાન દીધું નથી, એટલે ' હાથ અપવિત્ર છે અને પગ વડે ચાલીને તે કદી મંદિરે ન ગ નથી, સાધુસંત પાસે ગયે નથી કે કઈ તીર્થમાં -જઈને તેની યાત્રા કરી આવ્યું નથી, એટલે પગ પણ અપવિત્ર છે. છેલ્લું રહ્યું તેનું પેટ, તે તે હરામની રેટી ખાઈ ખાઈને તદ્દન અપવિત્ર બનેલું છે. માટે તું બીજું કઈ ભક્ષ્ય શોધી કાઢ, પણ આ મહા અપવિત્ર અંગવાળા મડદાને ભલું થઈને સ્પર્શ કરીશ નહિ.”
- શિયાળને આ શબ્દોની અસર થઈ, એટલે તેણે એ મડદાનું ભક્ષણ કરવાનો વિચાર માંડી વાળે અને તે અન્યત્ર ન ચાલ્યું ગયું.
- મિત્ર ! મર્યા પછી જેનું મડદું એક શિકારી પશુ પણ ખાવાને ન ઈચછે, તેની પવિત્રતા કેટલી સમજવી? શ્રદ્ધાહીન કુતર્કમય જીવન જીવવાનું છેવટનું પરિણામ આવું