________________
૧૦૪
જપ-રહસ્ય અહીં અમારા અનુભવની એક વાત કહીએ. એક સોના-ચાંદીના દલાલને ત્યાં બે ગ્રાહકો આવતા હતા. તેમાં એક સુથાર હતા, તે ડું ભણેલો હતો. પણ કોન્ટેકના કામમાંથી બે પૈસા કમાયે હતું અને હવે લગભગ નિવૃત્ત - જીવન ગાળતા હતા. જ્યારે બીજો ગ્રાહક એક કુશલ વ્યાપારી હતું અને ગણતરીબાજ હતું. હવે આ સુથાર અમુક અમુક સમયે આવીને દલાલને કહી જાય કે આટલું સોનું લેજો કે વેચજે. એ રીતે તેણે દશ-બાર સેદા કર્યો અને તે બધા જ સાચા પડતાં રૂપિયા બેથી અઢી લાખ કમાયે. બીજે ગ્રાહક પણ એ જ રીતે અમુક સમયે આવીને અમુક સનું લેવા કે વેચવાનું હી જતો. એ રીતે તેણે પણ દશ-બાર સેદા કર્યો, પરંતુ તેના લગભગ બધા જ સદા, - ઉલટા પડયા અને રૂપિયા ત્રણથી ચાર લાખનું નુકશાન થયું.
દલાલ વિચારમાં પડયો કે આ સુથાર તે ભલે માણસ છે. એને સટ્ટાનું કંઈ જ્ઞાન નથી, છતાં તેના કરેલા બધા સેદા સીધા શી રીતે ઉતર્યા? એક દિવસ ચાહ-પાણું પીધા પછી તેણે આ સુથારને પૂછયું કે “તમને કોઈ તરફથી રૂખ મળે છે કે શું?” સુથારે કહ્યું: “હું કોઈ જ્યોતિષીમાં કે રૂખમાં માનતે નથી. રહ્યો અભણ માણસ, એટલે એમાં બહુ સમજું નહિ. હું તે રોજ નાહી-ધંઈને ભગવાનના નામની માળા ફેરવું છું અને
જ્યારે મને કંઈ કામ કરવાનો વિચાર આવે, ત્યારે સીધે તમારી પાસે આવું છું.”