________________
પ. પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રવિજયજી મહારાજની
જીવનરેખા
સમાજમાં ધર્મનું સ્થાન અનન્ય અને અવિચળ છે. અનેક રાજ્ય જમ્યા અને નાશ પામ્યા, અનેક રાજાઓ આવ્યા અને ગયા, પરંતુ ધર્મ પિતાના સ્થાનથી ચલિત થયા નથી. સમાજમાં અનેક શંકાઓ ઉદ્ભવે છે કે, અમુક ધમપ્રચારક મહારાજ પછી તેમનું સ્થાન કેણુ લેશે ? પરંતુ સામાન્ય એક જ વાત સમજવા જેવી છે કે, એકાદ ચક્રવતી રાજા જાય તે શું રાજ્ય નાશ પામે છે ? અને એમ જ એકાદ ધર્માત્મા જાય તો બીજા નહિ આવે ? જગતને ક્રમ છે કે એક જાય તેનું સ્થાન બીજે લે જ છે. એટલે ધર્મને ઉજાળનારા અને તેને પ્રચાર કરનારા જન્મતા જ હોય છે.
સંવત ૧૯૮૪ના ચિત્ર વદી નો દિવસ સુરત શહેરના ઓશવાળ જ્ઞાતિના શેઠ કીકાભાઈને ત્યાં આનંદથી ઉજવાઈ રહ્યો હતો. તેમના પત્ની કલાવતીબહેને એક ભાગ્યશાળી પુત્રને પ્રસવ્યો હતો. મોસાળ પક્ષમાં પણ શેઠ છેટુભાઈને ત્યાં આ દેસવ ઉજવાઈ રહ્યો હતે. પુત્રનું નામ જગદીશકુમાર રાખવામાં આવ્યું. બાળકે શિશુકાળ સાળમાં પસાર કર્યો.
પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયલધિસરીશ્વરજી મહારાજનું ચાતુમાંસ મુંબઈમાં સંવત ૨૦૦૧ અને ૨૦૦૨માં થયેલું. માત–પિતાના સુસંસ્કાર અને ધાર્મિક વાતાવરણની છાપ જગદીશકુમારના પર સારી