________________
નમસ્કારમંત્રને અદભુત મહિમા
ઉપર્યુક્ત તેત્રમાં આગળ જતાં કહ્યું છે કે एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मितं एसो परमुवयारी नमुक्कारो॥ सेयाण परं सेयं मंगलाणं च परममंगलं । पुन्नाण परम पुन्नं फलं फलाण परमरम्मं ।।
આ નમસ્કાર એ પિતા છે, આ નમસ્કાર એ માતા છે, આ નમસ્કાર એ અકારણ બંધુ છે. અને આ નમસ્કાર પરમપકારી મિત્ર છે.
એને વિષે પરમ શ્રેય, માંગલિકને વિષે પરમ માંગલિક, પુને વિષે પરમ પુણ્ય અને લેને વિષે પરમ રમ્ય રૂપ આ નમસ્કાર જ છે.”
આ શબ્દોને ભાવ સહેલાઈથી સમજાય એવે છે, એટલે તેના પર વિવેચન નહિ કરીએ, તેમ જ નમસ્કારને મહિમા સમજવા માટે આટલી સામગ્રી પૂરતી હોવાથી અન્ય સામગ્રી રજૂ નહિ કરીએ, પરંતુ નીચેને બ્લેક નમસ્કારમંત્ર અને સુંદર સૂક્ત રૂપ હોઈ તેનું અવતરણ અવશ્ય કરીશું:
नमस्कारसमो मन्त्रः शत्रुजयसमो गिरिः। वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥
નમસ્કાર જે મંત્ર, શત્રુજ્ય જે ગિરિ, વીતરાગ જે દેવ અન્ય કોઈ થ નથી અને થશે પણ નહિ? તાત્પર્ય કે આ ત્રણેય વસ્તુઓ પિતપોતાના ક્ષેત્રમાં અજોડ છે, અદ્વિતીય છે.