________________
:૨૮
નમસ્કારમંત્રસિદ્ધિ ગત પ્રકરણમાં એમ કહેવાયું છે કે “નમસ્કારને અર્થથી અરિહંતદેવે કહે છે અને શબ્દથી ગણધરભગવતે ગુંથેલે છે તે ઉપરથી કઈ એમ સમજતું–સમજાવતું હોય કે નમસકારમંત્ર આજથી આશરે અઢી હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું કે જ્યારે આ દેશમાં શમણુ ભગવાન મહાવીર અરિહંતરૂપે વિચરતા હતા અને ગૌતમાદિ ગણધરે તથા વિશાલ સાધુસમુદાયથી પરિવરેલા હતા, તે એ સમજણ બરાબર નથી.
પ્રસ્તુત નમસ્કારમંત્ર અર્થથી શ્રમણ ભગવાન મહાવીરે કહો અને શબ્દથી ગૌતમાદિ ગણધરોએ ગુએ એ ખરું, પણ આવી ક્રિયા તે અનાદિકાલથી ચાલી આવે છે. દરેક અરિહંત અર્થાત્ તીર્થંકર પરમાત્મા સંઘસ્થાપના કરતી વખતે દ્વાદશાંગીની સાથે તેનું પ્રવર્તન કરે છે અને એ રીતે તે સદા વિદ્યમાન રહે છે.
જે નમસ્કારમંત્ર શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યું હોય તે શ્રી પાર્શ્વકુમાર સેવકના મુખે બળતા નાગને નમસ્કાર શી રીતે સંભળાવે? અંત– સમયે નમસ્કારમંત્રનું શ્રવણ કરવાથી એ સાપ મૃત્યુ પછી ભુવનપતિનિકાયના દેવમાં ધરણેન્દ્ર તરીકે ઉત્પન્ન થયે, એ વાત શાશ્વપ્રસિદ્ધ છે અને શ્રી વીરવિજ્યજી મહારાજે તેને નિમ્ન કાવ્ય પંક્તિઓમાં અંક્તિ કરી છેઃ
સેવકમુખ નવકારસે ધરણેન્દ્ર બનાયા નાગકુમારે દેવતા બહુ રિદ્ધિ પાયા.