________________
૨૬
નમસ્કારમંત્રસિદ્ધિ વસ્તુની વર્તનને યાલ કાલથી જ આવે છે, એટલે કાલને અનાદિ માનવે જ રહે.
“અસ્થિ નિકો જે નિજો” ઈત્યાદિ આપ્તવચને વડે જીવનું નિત્યત્વ સિદ્ધ છે. “ભગવદગીતાના બીજા અધ્યામાં પણ “ર કાચ શિરે જાતિ” આદિ શબ્દ વડે જીવને અજ, નિત્ય, શાશ્વત અને પુરાતન કહેવામાં આવ્યું છે.
જેમ કાલ અનાદિ છે, જીવ અનાદિ છે, તેમ જિનપ્રરૂપિત ધર્મ અર્થાત્ જૈન ધર્મ પણ અનાદિ છે. તેની આદિ કે શરૂઆત અમુક વખતે જ થઈ એમ કહી શકાય એવું નથી. જયાં જિન એટલે અહંન્દુ કે તીર્થકરેની અનંત ચિવીશીઓ થઈ ગઈ ત્યાં અમુક એવીશીની શરૂઆતમાં જૈન ધર્મનું પ્રવર્તન થયું, એમ શી રીતે કહી શકાય? જે શરૂઆતને પત્તો લાગે તે એને અનાદિ કહી શકાય જ નહિ.
જો જૈન ધર્મ અનાદિ, તે અરિહંત અનાદિ કે નહિ? એ વિચારવા જેવું છે. જે અરિહંતે ન હોય તે ધર્મનું પ્રવર્તન થાય નહિ, તેથી તેમને પણ અનાદિ માનવા જ પડે.
હવે અરિહંતે નિર્વાણ પામ્યા પછી અવશ્ય સિદ્ધ થાય, તેમજ જે જ પિતાનાં કર્મો ખપાવે, તે પણ સિદ્ધ થાય; તેથી સિદ્ધોને પણ અનાદિ માનવા જ પડે. જ્યારથી આ જગત છે, ત્યારથી સિદ્ધશિલા છે અને ત્યારથી સિદ્ધો પણ છે.
વળી અરિહંતે એટલે તીર્થકરે અવશ્ય ધર્મતીર્થને