________________
કિંચિત, શ્રી નમસ્કાર મહામંત્ર વિષે છેલ્લાં ૧૦–૧૫ વર્ષમાં વિદ્વાન, લેખેરે દ્વારા ૨૫-૩૦ જેટલાં પુસ્તકે પ્રસિદ્ધિને પામ્યાં છે, તે આ વિષયનું મહત્વ સૂચવે છે. શ્રી નમસ્કારમહામંત્ર જિનશાસનને સાર છે તથા અચિંત્ય પ્રભાવશાળી છે. તેનું સતત સ્મરણ કરવું, એ આપણુ પરમ કર્તવ્ય છે.
પૂજ્યપાદ ગુરૂદેવ શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૨૦૧૪મા રાજનગર–વિદ્યાશાળામાં નવકારમંત્ર ઉપર નવ વ્યાખ્યાન આપ્યાં હતા, જે ગ્રથસ્થ થઈનમસ્કારમહિમાના નામે પ્રસિદ્ધ થયાં છે. તેના સપાદનનું કાર્ય શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ભાઈએ જ કરેલું છે. તેઓ વર્ષોથી આ વિષયનો અભ્યાસ કરી રહેલા છે અને સારે એવો અનુભવ પણ ધરાવે છે. વળી મંત્રશાસ્ત્રમાં તેમને ઘણી દિલચસ્પી છે. તાજેતરમાં જ પ્રકટ થયેલા “મંત્રવિજ્ઞાન અને “મંત્રચિંતામણિ” નામના તેમનાં બે પુસ્તકે એ વાતની સાક્ષી પૂરે છે.
જ્ઞાન પ્રત્યે તેમને સ્વાભાવિક રુચિ છે, એટલે જ તેમના હાથે આટલું બધું સાહિત્યસર્જન થઈ રહ્યું છે. તેઓ જે વિષય હાથમાં લે છે, તે વિષયને સર્વાંગસુંદર બનાવવા અથાગ પ્રયત્ન આદરે છે અને તેમાં તન્મય બને છે, માટે જ તેમનાં લખેલાં પુસ્તકો આજે આટલાં લોકપ્રિય બનેલાં છે. તેમણે છેલ્લાં પાંચ વર્ષમાં જિનપાસના, જીવવિચારપ્રકાશિકા, નવતત્વદીપિકા આદિ ગ્રંથ જૈન સમાજના ચરણે ધર્યો, તે પઠન-પાઠનમાં ઘણું જ ઉપયોગી પુરવાર થયા છે.
તેઓ સાદી અને સરળ ભાષામાં પ્રત્યેક વિષયને મુદ્દાસર સમજાવવાનો પ્રયત્ન કરે છે અને તેમાં શાસ્ત્ર પ્રમાણે, યુક્તિઓ