________________
૪૦
ઉપર્યુક્ત મહિમાને જાણીને સહુ કેઈ નિયમિત રીતે નિકાલ ન બને તો દિકાલ કે એક કાલ પણ નવકારનો ઓછામાં ઓછો? ૧૦૮ વાર જાપ કરો. વળી સૂતાં, બેસતાં, ઉઠતાં, હાલતાં, ચાલતાં, જાગતાં, છીંક આવે ત્યારે, અન–જલ લેતા પહેલાં, પ્રયાણ કે પ્રવેશ કાલે, કેઈ પણ કાર્યના પ્રારંભમાં શુદ્ધોચ્ચારપૂર્વક નવકારનું સ્મરણ કરે. ધીમે ધીમે તેની ગતિ વધારે, એટલે સંખ્યાબળ વધારે, સાથે સાથે વિધિ અને ભાવની વિશુદ્ધિ વધારતા જાવ, કારણ કે એકલું સંખ્યાબળ પૂરતું નથી. સાથે આત્મશુદ્ધિ પણ વધવી જ જોઈએ. કોન્ટીટી (Quantity) અને કવોલિટિ (Quality) બંનેને સુમેળ સાધે. આથી જાગૃત લક્ષ્યવાળો આત્મા ડાક જ વરસમાં એવી સ્થિતિએ પહોંચશે કે સંસારાભિમુખી કેઈ પણ વિચાર, વાણી, વહેવાર કે કાયાની પ્રવૃત્તિ ચાલતી હશે તે વખતે, હૈયામાં નવકાર
સ્મરણની જીત પ્રજવલિત રહેશે. ઘડીભર આછી પડશે તે તે વખતે પણ, ક્યારે કામ પતે અને નવકાર શરૂ થઈ જાય, આ જ વિચાર અખડ ત જેવો બની ગયો હશે. આથી સસાર પ્રત્યેની આસક્તિઓ–વાસનાઓ પતલી થતાં તેની બાદબાકી થતી જશે. એ રીતે ઉત્તરોત્તર આગેકદમ કૂચ વધતાં મન સાથે એ જડબેસલાક સુદઢ સંસ્કાર જામી જશે કે શ્વાસોચ્છવાસની ક્રિયાની જેમ વિના પ્રયત્ન સ્વાભાવિક રીતે રટાયા કરતા સાપ જેવી સ્થિતિ નિર્માણ થશે. ત્યારે તે સંસારની તમામ પ્રવૃત્તિના ભાગાકાર થઈ ચૂક્યા હશે!
આવા સંસ્કાર માટે એકાદ પદ જ કામીયાબ નીવડે છે. માટે ૧. મહાનિશીથમાં રેજનો અઢી હજાર જાપ કરવાનું જણાવ્યું છે.
૨. કલેશ, કંકાસ, ઝઘડા, વાદવિવાદ વખતે ધારણથી પ્રતિકૂળ ખબર આવે ત્યારે બંને પક્ષે કપાયને પારે ઘટાડવા “નમે અરિહંતાણું બોલે. જુઓ કેવી મજા આવે છે. પણ ભલા, પાત્રાપાત્રની વિવેકદષ્ટિને ઉપગ રાખીને આ પ્રયોગ કરજે.