________________
૩૫
સહુને એક જ અર્થ નીકળવાને, પણ શબ્દો એક નહીં. તે જુદા જુદા રહેવાના. તે રીતે દ્વાદશાંગીના શબ્દોમાં ફેરફાર થાય.
જ્યારે આ મંત્રમાં જે અક્ષરે છે, તે જ રહેવાના. ગઈ અનતી એવીથી કે વીશીમાં એ જ હતા. અને ભાવ અનતી વીશી-વીશી સુધી એ જ રહેશે. એની પુષ્ટિમા જાતિસ્મરણનો પ્રસંગ ટૂંકમાં સમજીએ તે પ્રસ્તુત બાબતની વધુ પ્રતીતિ થશે.
જાતિસ્મરણ એટલે ગત જન્મને વર્તમાન જીવનમાં જ્ઞાન દૃષ્ટિથી (ચર્મચક્ષુથી નહિ) જેવા તે. આ ગત જન્મના જ્ઞાનમાં કાલ કે પદાર્થ વગેરે નિમિત્ત બને છે. પ્રસ્તુત વ્યક્તિના આત્મામાં જે વસ્તુને સંસ્કાર જોરદાર પડ્યો હોય, તે વસ્તુ જલદી નિમિત્ત બની જાય છે. અને એ વસ્તુ નિમિત્ત બનતાં કેટલાકને તુરત મૂછ આવી, થોડીવારમાં તે દૂર થાય છે. આવરણના પડદા ખસવા માંડે ત્યારે આમ બને, જ્યારે કેટલાકને વિના મૂઈએ એવું બને. પછી તુરત જ ગત જન્મની બધી ઘટનાઓને તે જ્ઞાનથી જોઈ–જાણી શકે છે.
શાસ્ત્રમાં નમો અરિહંતાન પદના શ્રવણથી જાતિસ્મરણ થયાના સંખ્યાબંધ દાખલાઓ નોંધાયા છે. તે પૈકી જાણુતે દાખલો જોઈએ.
સીલેનની રાજકુમારી સુદર્શના, રાજદરબારમાં પિતાના પિતાની બાજુમાં બેઠી છે. ઝવેરાત વેચવા આવેલા એક જૈન વેપારીને વાત કરતાં છીંક આવી. જૈન પ્રજાના સંસ્કાર મુજબ અમંગલ નષ્ટ કરવા માટે “નમો રિહંતા' પદનો મંગલ ઉચ્ચાર કર્યો. આ પદાક્ષરે સુદનાના કર્ણપટ ઉપર અથડાતાં, સુદર્શન વચમાં “આ શું બેલ્યો
૧. જાતિ એટલે જન્મ.
૨. ક્યપુરના છે. એચ. બેનરજી–જેઓ પુનર્જન્મના સિદ્ધાન્તની સત્યતા માટે સંશોધન કરી રહ્યા છે, તેઓ જાતિસ્મરણ (ગત જન્મની , જ્ઞાનચેતના) વાળી વ્યક્તિઓ વર્તમાન વિશ્વ ઉપર ૫૦૦ થી વધુ હિવાની ખાત્રીપૂર્વકની વાત જણાવે છે.