________________
૩૩
ભવિષ્યમાં જેઓ આવિર્ભાવ કરશે, તે તમામને નમસ્કાર થઈ જાય છે.. એ જ પ્રમાણે શેષ ચાર પરમેષિઓ માટે ઘટાવી લેવું.
બહુ માનનીય અને વનીય શ્રી ભગવતીસૂત્રમાં પણ ગોશાલાના પ્રસંગે શ્રમણ ભગવાન મહાવીરે એકની વિરાધનામા અનંતા તીર્થ કરોની વિરાધનાઓ જણાવીને, એકની આરાધનામાં અનંતાની આરાધનાના સ્વીકારને માન્યતા આપી છે. આ છે નવકારમ ત્રથી થતા મહાન લાભનું રહસ્ય.
પણ અહીં એક માર્મિક બાબત સમજી લેવી જરૂરી છે કે એમની આરાધનાનું લક્ષ્ય રાખીને અનેક કે અનંતાની આરાધના કરવી એ કરતાં અનેક કે અનંતાનું લક્ષ રાખીને સહુની આરાધના કરવી એ એક અસાધારણ કોટિની નેખી જ બાબત છે.
વ્યક્તિ દ્વારા જાતિનું ગૌરવ કરવું અને જાતિ દ્વારા વ્યક્તિનું ગૌરવ કરવું, એ બે વચ્ચે મહદ્ અંતર છે.
ગૌરવભર્યા, ઝળકતા જાતિવાચક પદોની રચના એ જ નવકારભત્રને શાશ્વત કરાવવા માટેનું અનન્ય સાધન છે.
નવકાર મંત્રમાં દેવ, ગુરુ અને ધર્મનું અસ્તિત્વ
નવકારમંત્રના પાંચ પદોમાં દેવ, ગુરુ અને ધર્મની ત્રિપુટી કેવી રીતે ગોઠવાયેલી છે, તે સમજી લઈએ.
હાકડા નવકારમંત્રની ખૂબીઓ અનેકાનેક છે, પરંતુ મર્યાદા ગુણના નિયમવાળી પ્રસ્તાવનામાં કેટલું લખાય? એમ છતાંય અહીંયા મહત્ત્વની મુખ્ય મુખ્ય બાબતની થોડી ઝાખી કરી લઈએ. બાકી તે અન્ય ગ્રથો તેમજ પ્રસ્તુત પુસ્તક દ્વારા ઘણું જાણવા મળશે જ.
પ્રારંભના બે પદે અરિહંત અને સિદ્ધ એ સેવ સ્થાનીય છે. એમાં પ્રથમ પદે રહેલા દેવ સાકાર અથવા સકલસ્વરૂપ છે અને . બીજા પદે રહેલા દેવ સાકાર અથવા નિષ્કલસ્વરૂપ છે. આમ બને . પ્રકારના સ્વરૂપની આરાધના બે પદમાં સમાઈ જાય છે.