________________
૩૧૬
નમસ્કારમંત્રસિદ્ધિ તથા મસ્તકમાં રહેલા ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભીંજાતા મહામંત્ર પ્રણવને કુંભક કરીને અર્થાત્ શ્વાસોચ્છવાસ રેકીને ચિંતવે.”
ત્યાં એ પણ જણાવ્યું છે કેपीतं स्तम्भेऽरुणं वश्ये क्षोभणे विद्रुमप्रभम् । कृष्णं विद्वेषणे ध्यायेत् कर्मघाते शशिप्रभम् ॥
સ્તંભનકર્મ કરવું હોય તે કારને પીળા રંગને ચિંતવ, વશીકરણ કરવું હોય તે આછા લાલ રંગને ચિંતવ; ભ પમાડવા માટે પરવાળા સમ લાલ રંગને ચિંતવ, વિદ્વેષણકર્મમાં કાળા રંગને ચિંતવ અને કને નાશ કરવા માટે ચંદ્રની કાંતિ સમ ઉજજવળ રંગને ચિંતવે?
આ જ પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે કારનું ધ્યાન ધરવા માટે એક વિશિષ્ટ મંત્રનું વિધાન કરેલું છે, તે જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું અને ગુરુગમ મેળવી તે પ્રમાણે મંત્ર તૈયાર કરી તેનું ધ્યાન ધરવું. તેથી ઘણે લાભ થવા સંભવ છે.
અમે એક જૈન મુનિવરને ૩૦કારની ઉપાસનાથી અપૂર્વ કાવ્યશક્તિ પ્રાપ્ત થયેલી જોઈ છે, તેમ જ અન્ય સાધુસંન્યાસીઓને પણ વિવિધ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં નિહાળેલા છે. વળી કારનું વિધિપૂર્વક ઉચ્ચારણ કરતાં જે એકાગ્રતા અને આનંદ અનુભવ થાય છે, તે અલૌકિક હોય છે. અન્ય રીતે કહીએ તે જેના મનમાં અહર્નિશ કારનું રટણ હોય છે, તેને આ દુનિયામાં કઈ દુખે સતાવી શક્તાં નથી કે તેની આનંદમસ્તીને ભંગ કરી શક્તાં નથી.