________________
સિદ્ધિખંડ
[ ૩૦ ]
નમસ્કારમંત્રસિદ્ધિ
નમસ્કારમંત્રની સાધના કરતાં ગનાં આઠેય અંગેની સિદ્ધિ થાય છે, તેથી જે જે ફલે ચોગસિદ્ધિથી મળે છે, તે બધાં જ ફલે નમસ્કારમંત્રની સિદ્ધિથી મળે છે. -
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “નમસ્કારમંત્રની સાધના કરતાં રોગનાં આઠેય અંગેની સિદ્ધિ કેવી રીતે થાય છે?” તેને ઉત્તર એ છે કે “નમસ્કારમંત્રના સાધકે જે ચય પાળવાની છે, તેમાં યમ અને નિયમને સમાવેશ થાય છે. આ સાધના કરતાં લાંબા સમય સુધી એક આસને બેસવું પડે છે, તેથી આસનસિદ્ધિ થાય છે. તેમાં જપ તથા ધ્યાન ધરતાં પહેલાં પ્રાણાયામ કરવાને હોય છે, તેથી પ્રાણુયામની સિદ્ધિ પણ થાય છે. વળી એ વખતે મનને અન્ય વિષમાંથી ખેંચી લેવાનું હોય છે, તેથી પ્રત્યાહાર સિદ્ધ થાય છે અને વૃત્તિઓની ધારા