________________
૩૧
પરનિંદા, માયાપૂર્ણ જુઠું, મિથ્થા બુદ્ધિ, આદિ દે પ્રાપ્ત થતા નથી.ટૂંકમાં આત્મા તથા મનને રેગિષ્ટ બનાવે એવી આબોહવાથી સાધક બચી જાય છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત થાય છે ? વિષયની વાસનાઓ અને સ્થાને અલ્પવિરામ, અર્ધવિરામ: અને યાવત પૂર્ણવિરામ થાય છે. માનવ મનને વ્યથિત કરતી. અનાવશ્યક ઈચ્છાઓને હાસ થતો જાય છે. અહિંસક ભાવ, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ગુણની પ્રાપ્તિ, અનેકાંતદષ્ટિને વિકાસ, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતાપ, વીતરાગભાવ, અષ, બુદ્ધિ, પ્રેમ, મૈત્રી, પ્રમેહ, કરુણું આદિ ભાવનાઓને વિકાસ તેમજ પરોપકારરસિકતા, ગુણદષ્ટિ કેળવાય છે. સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્ર–તપાદિ ગુણેનું સર્જન અને વિવર્ધન, નિર્મલતા, પવિત્રતા, ઉદાત ભાવ, વિશાળ મન, ઉમદા વિચારે, સાદાઈ, સરલતા, માનસિક આરોગ્યવગેરેની પ્રાપ્તિ થાય છે. ગુણસ્થાનકના પાન ઉપર આરૂઢ થતાં ધર્મ અને શુકલ ધ્યાનની પ્રાપ્તિ કરી ઉત્તરોત્તર આગળ વધતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ચૌદમા ગુણસંપાને પહોંચી મુક્તિસુખના અધિકારી બને છે.
ઉપરોક્ત કારણથી નિત્ય અને નૈમિત્તિક તમામ ક્રિયાઓમાં, વિવિધ અનુકાનમાં, માંગલિક કાર્યોમાં, વ્યાખ્યાન અને વાચનાનાપ્રારંભમાં, સામાયિકાદિ ક્રિયાઓમા, પ્રયાણ--પ્રવેશમાં, જીવનની તમામ અવસ્થાઓમાં, સાંસારિક કે ધાર્મિક તમામ પ્રવૃત્તિઓમાં નવકારમંત્રનું સ્મરણ કરવાનો આદેશ અપાયો છે અને એને અમલ સર્વત્ર ચાલુ છે.
નવકારમંત્ર એ જૈન શ્રીસ ઘમાં સમગ્ર આરાધનાનું કેન્દ્ર બની ગ છે. જાતિવાચક પદોનું મહત્વ અને તેથી જ તેનું શાસ્થતિસ્પણું
આ મંત્રપાઠમાં જે પાંચનાં નામે લેવામાં આવ્યાં છે, તે કઈ