________________
૨૯
સાધના સમયની વિશિષ્ટ ચર્ચા પણ ભંગ પડવાને અને નમસ્કારમંત્રની સાધના કે જે દિવ્ય. જીવનને સાક્ષાત્કાર કરાવનારી છે, તેને કેમ તૂટી જવાને તથા આ જીવનમાં જે એક મહાન કાર્ય કરવાને મનેરથ કર્યું હતું, તે અધૂરે રહી જવાને.
કેટલાક વધારે પડતી તપશ્ચર્યા કરીને શરીરનું મૂળભૂત બંધારણ તેડી નાખે છે અને પછી બિમારીમાંથી ઊંચાઆવતા નથી. એ સ્થિતિ પણ ઈચ્છવા એગ્ય નથી. અહીં શાસ્ત્રકારના નિમ્ન શબ્દો પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. તેઓ કહે છે?
"कायो न केवलमयं परितापनीयो, मिष्टै रसर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेन, वश्यानि येन च तदाचरितं जिनानाम् ।।
આ શરીરને કેવળ પરિતાપ ઉપજાવ નહિ કે તેનું વિવિધ પ્રકારના મધુર રસ વડે પાલન પણ કર્યું નહિ. શ્રી જિનેશ્વર ભગવતેએ એવું તપ આચરેલું છે કે જેનાથી ચિત્ત અને ઈન્દ્રિયે ઉન્માર્ગે ન જતાં વશ રહે.
નમસ્કારમંત્રની સાધના દરમિયાન બ્રહ્મચર્યનું પાલનઆવશ્યક છે, તેથી બ્રહ્મચર્યની રક્ષાને લગતા નિયમો ચીવટાઈથી પાળવા જોઈએ. વળી ભેંચસંથારે-જમીન પર ચટાઈ કે શેતરંજી બિછાવીને તેના પર સૂઈ રહેવું એ બ્રહ્મ– ચર્યના પાલનમાં સહાય કરે છે, તેથી તેને ઉપગ રાખ.
આ વખતે પુરુષોએ સ્ત્રીને તથા સ્ત્રીઓએ પુરુષને