________________
૨૦૬
નમસકારમંત્રસિદ્ધિ તાત્પર્ય કે આ માલાઓમાંથી સ્ફટિકની, રૂપાની તથા સૂતરની માળા નમસ્કારમંત્રના જપ માટે કામમાં લઈ શકાય.
માલાના બધા મણકાઓ સરખા હોય, ત્યાં તેની આકૃતિ અંગે વિચાર કરવાનું રહેતું નથી, પણ બધાં ફલબીજે સરખાં કદનાં હતાં નથી, તેમાં ચડઉતરાણું અવશ્ય હોય છે. તેમાં ઉપર મોટું બીજ, પછી નાનું, પછી નાનું એમ કમશઃ નાનાં બીજો મણુકા તરીકે પરેવવામાં આવે છે, ત્યારે ગેપુછ એટલે ગાયના પૂછડા જેવી આકૃતિ થાય છે અને વચ્ચે મેટાં બીજ અને આજુબાજુ અનુક્રમે નાનાં બીજ મણકા તરીકે પરવવામાં આવે છે, ત્યારે સર્પાકૃતિ એટલે સાપના જેવી આકૃતિ થાય છે. આ આકૃતિ પર તેનું વિશેષ મહત્વ નથી, પણ પાઠકોને ખ્યાલમાં રહે તે માટે જણાવેલું છે.
માળા બનાવવા માટે રેશમ તથા સૂતર એ બંનેના દેરા વાપરી શકાય છે. તેમાં શાંતિકર્મ માટે ધળા દેરાને, વશીકરણ માટે રાતા દેરાને તથા અભિચાર એટલે ઉચ્ચાટન, -મારણ વગેરે માટે કાળા દેરાને ઉપગ થાય છે. નમસ્કાર મંત્ર જપ તે શાંતિકર્મ માટે જ છે, તેથી તેમાં ધેળા દેરાને ઉપયોગ કરવો જોઈએ.
આગળના જમાનામાં મંત્રસાધકે મંત્રજપ માટેની માલા જાતે જ બનાવતા કે જાતેદેખરેખ નીચે બનાવતા અને તે વખતે જે વસ્તુની માલા બનાવવી હોય, તે વસ્તુને સાફસ્વછ–પવિત્ર બનાવીને જ તેને કામમાં લેતા. તેઓ એ માલા