________________
જ સર્વવિહરાય શ્રીલઢણુપાર્શ્વનાથાય નમઃ |
પ્રસ્તાવના
નવકાર તથા તેનાં નામાન્તરે અંગે વિચારણા
આ પુસ્તકનું નામ “નમસ્કારમંત્રસિદ્ધિ આપવામાં આવ્યું છે. આ નામકરણ જે પાઠને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે એ પાઠ પ્રાકૃત છે, અને એના કારણે એનું શાસ્ત્રોક્ત નામ નમસ્કાર કે
૧. સિદ્ધહે. શ. –૮, ૧૨ ના નિયમથી પ્રાકૃત ભાષામાં આદિ “”ને વિકલ્પ “” થાય છે, તેથી મોર, મુઘાર તેનાં વૈકલ્પિક રૂપ છે. નમસ્કાર અર્થમાં ત્રીજુ મેર (જવેર . . ૬.) એવું રૂપ પણ મળે છે. એ તમામમાંથી રૂપાંતર પામેલું ચોથું નવાર રૂપ પણ મળે છે. જેમ શ્રમણ ભગવાન મહાવીરનું જન્મદત્ત મૂલનામ પ્રસિદ્ધિને ન પામતાં દેવકૃત “મહાવીર' નામ જગપ્રસિદ્ધ બની ગયું, તેવું જ આ સૂત્રને માટે થયું છે. આનાં પ્રારંભિક નામો અપ્રચલિત બન્યાં અને “નવકાર” નામ સર્વત્ર પ્રસિદ્ધિને પામ્યું. આજે આ જ નામ આબાલવૃદ્ધ વર્ગમાં પ્રચલિત છે.
એના અપભ્ર શરૂપે “નવકારમાંથી દૂકા વહેવારરૂપે લેકેએ નેકાર' એવા રૂપને જન્મ આપે. એના ઉપરથી જાપ જપવાની માળાનું નામ પણ નકારવાળી પડ્યું. ભલે માળા ઉપર બીજા અનેક જાપ જપાતા હોય પણ જેની માળાને “નેકારવાળી કે “નવકારવાળી જ કહેવાય. એ રીતે આબાલવૃદ્ધમાં આ વ્યવહાર સર્વત્ર પ્રવર્તે છે.
આ ઘટના એક સૂચન કરે છે કે ભલે બીજા જાપ જપ પણ માળાના નામને ચરિતાર્થ કરવા “નવકારમાત્ર થોડે પણ ગણજે.;