________________
નમસ્કારમંત્રને ચિતનીય વિષય
૮૫ નિગ્રંથ મહર્ષિઓની કહેલી એક ગાથા નીચે પ્રમાણે જોવામાં આવે છે: बारस गुण अरिहंता, सिद्धा अहेव सूरि छत्तीसं । उवज्झाया पणवीस, साहू सगवीस अट्ठसयं ॥
અરિહંતે બાર ગુણવાળા, સિદ્ધો આઠ ગુણવાળા, આચાર્યો છત્રીશ ગુણવાળા, ઉપાધ્યાયે પચીશ ગુણવાળા તથા સાધુઓ સત્તાવીશ ગુણવાળા, એમ પરમેષિપંચક એક આઠ ગુણવાળું હોય છે.'
ગુણેને આ વિભાગ ચાદ રાખવા માટે નીચેનું ત્યવંદન ઊપયોગી છેઃ
બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે સિદ્ધ આઠ ગુણ સમતાં, દુઃખ દેહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાવીશ ગુણસાધુના, જપતાં શિવસુખથાય. ૨ અષ્ટોત્તર શત ગુણ મળી, એમસમનવકાર ધીરવિમલ પંડિતતણે નયપ્રણમેનિત સાર. ૩ :
અલ્ડિંત ભગવંતના બાર ગુણે
અરિહંત દેવના બાર ગુણેમાં “અષ્ટમહાપ્રાતિહાર્ય” અને “ચાર મૂલ અતિશય” ની ગણના થાય છે. પ્રાતિહાર્ય એટલે પ્રતિહારીની માફક સાથે ચાલનારી વસ્તુ. આવી વસ્તુઓ આઠ છે અને તે સ્વરૂપમાં મહાન છે, તેથી અષ્ટમહાપ્રાતિહાર્ય કહેવાય છે. તે સમીપમાં રહેલા દેવતાઓએ