SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતસંવત્તા –“મિને દિ સંતાન માફિT #ર્મવારના * · फलं तत्रैव संधत्ते कासे रक्तता यथा" ॥१॥ રૂતિ કરતાદાનતોડરતીતિ જૈ ! तदसाधीयः, साधनदूपणासंभवात् । अन्वयाद्यसम्भवान्न साधनम्-न हि कार्यकारणभावो यत्र तत्र स्मृतिः कर्पासे रक्ततावदित्यन्वयः संभवति, नापि यत्र न स्मृतिस्तत्र न कार्यकारणभाव इति व्यतिरेकोऽस्ति । असिद्धत्वाद्यनुद्भावनाच्च न दूषणम् , . न हि ततोऽन्यत्वादित्यस्य हेतोः कर्पासे रक्ततावदित्यनेन कश्चिद्दोपः प्रतिपाद्यते। બૌદ્ધ–અન્ય જોયેલ, અનુભવેલ પદાર્થનું અન્ય સ્મરણ કરે એવું કોઈ પણ જાતના વિશેષ વિના (સામાન્યરૂપે) કહીએ તો તમે કહે છે તે (મરણ- ઘભાવરૂપ) દોષ આવે. પરંતુ પૂર્વ બુદ્ધિ અને ઉત્તર બુદ્ધિમાં “અન્યત્વ હોવા - છતાં કાર્યકારણભાવરૂપ (વિશેષ)થી જ સ્મરણ થાય છે, અને તમે સત્તાનાતર બુદ્ધિનું દૃષ્ટાંત આપ્યું પણ તેમાં કાર્યકારણુભાવરૂપ (વિશેષ) નથી, માટે ત્યાં સ્મરણ થતું નથી. વળી, એક સન્તાન બુદ્ધિઓમાં પણ કાર્યકારણભાવ નથી એમ પણ કહી શકાય નહિ. જે એમ હોય તે પૂર્વે બુદ્ધિએ અનુભવેલ પદાર્થનું ઉત્તરબુદ્ધિને સમરણ ન થાય. જૈન–આ કથન પણ નિર્દોષ નથી. કારણ કે, એ રીતે એક સંતાનિકી બુદ્ધિમાં કાર્યકારણભાવ કહેવા છતાં પણ પૂર્વબુદ્ધિ અને ઉત્તરબુદ્ધિમાં “અન્યત્વ . તે જેવું હતું તેવું ને તેવું રહ્યું. અમે સ્મરણાદિના અભાવમાં કારણ તરીકે - “અન્યત્વ કહેલું છે, અને તે તે કાર્યકારણભાવ કહેવા છતાં ચાલી ગયું નથી; કારણ કે, કાર્યકારણભાવ માનવા છતાં અન્યત્વ એ હેતુમાં અસિદ્ધવાદિમાંથી કઈ પણ દોષ પ્રાપ્ત થતું નથી. વળી, કાર્યકારણભાવ માનવા માત્રથી સ્વપક્ષની સિદ્ધિ થતી નથી, કારણ કે, કાય કારણુભાવથી મરણ થાય છે એ બાબતમાં ઉભયવાદીને પ્રસિદ્ધ કઈ પણ દષ્ટાન્ત નથી. - બૌદ્ધ–જે સંતાનમાં કર્મવાસનાનું આધાન થયેલ હોય તે સંતાનમાં જ તેના ફલનું સંધાન (જેડાણ, સંબંધ) થાય છે, જેમકે કપાસમાં લાલિમા. અર્થાત્ બીજમાં રહેલ લાલિમા કપાસની લાલિમાનું કારણ છે. આ પ્રમાણે કપાસની રતતાનું દષ્ટાન્ત ઉભયવાદીને પ્રસિદ્ધ છે. જેન–તમારું આ કથન પણ યોગ્ય નથી. કારણું કે, એ તમારા હેતુને સિદ્ધ કરાવી આપવા સાધનરૂપ કે પરહેતુને દૂષિત કરે એવા દૂષણરૂપ તમારા હતને સિદ્ધ કરાવી આપનાર નથી. કારણ કે, તેમાં અન્વયાદિને સંભવ નથી. “જ્યાં કાર્યકારણુંભાવ હોય ત્યાં સ્મરણ હોય, જેમકે કપાસમાં લાલિમા.” એ પ્રમાણે અન્વયવ્યાપ્તિ સંભવતી નથી. તેમજ જ્યાં સમરણ ન હોય ત્યાં કાર્યકારભાવ પણ ન હોય એવી વ્યતિરેક વ્યાપ્તિ પણ નથી. માટે આ તમારા હેતુને સિદ્ધ કરનાર નથી. વળી, એનાથી અમારા હેતુમાં અસિદ્ધતાદિ દોષોની
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy