________________
'
'પરપ્રકાશને ભ્રાત માનતા નથી અથવા તે એમ પણ માનતા નથી કે જ્ઞાન જ સ્વયં
બાહ્યરૂપે પ્રતિભાસિત થાય છે. વળી, અદ્વૈત વેદાંતીની જેમ ભેદજ્ઞાનને ભ્રમ પણ માનતા . નથી કારણ આત્મા અને બાહ્ય વસ્તુનો ભેદ જૈનોને માન્ય છે. તે જ રીતે જૈન મતે માદયમિઠની જેમ બધું શૂન્ય પણું નથી, બધું જ પ્રતીત્યસમુત્પન્ન છે એમ પણ નથી. એટલે કે જેને જડ-ચેતનનું સ્વાતંય પણ માને છે. તેથી તે બન્ને સ્વતંત્રરૂપે પણ જ્ઞાત થઈ શકે છે.
પ્રમાણનું લક્ષણ શું માનવું તેને વિચાર કરીએ તે પ્રાચીન ન્યાયસૂત્ર વગેરેમાં પ્રમાણ સામાન્યનું લક્ષણ કરવામાં આવ્યું નથી. પરંતુ તેના ટીકાગ્રંથોમાં તે મળે છે. પ્રસ્તુતમાં પ્રમાણનું લક્ષણ કરતી વખતે તે વ્યવસાયાત્મક હોવું જરૂરી છે–તેમ જણાવ્યું છે. આ વ્યવસાય શબ્દમાંથી જ તે અભ્રાન્ત નિર્ણય હોવો જોઈએ એ ફલિત કરવામાં આવ્યું છે. બૌદ્ધ સિવાયના બધા દાર્શનિકોએ અભ્રાન્ત નિર્ણય ઉપર ભાર મૂક્યો છે, પછી ભલે તે તે લક્ષણોમાં શબ્દો જુદા હેય. બૌદ્ધોએ પ્રમાણસામાન્ય લક્ષણમાં નિર્ણયને મહત્વ નથી આપ્યું પણ અવિસંવાદને મહત્વ આપ્યું છે. તેનું કારણ એ છે કે તેમને મતે પ્રત્યક્ષ પ્રમાણ એવું છે જે વ્યવસાયાત્મક નથી પણ વ્યવસાયજનક છે. સામાન્ય રીતે પ્રમાણુવિધામાં બૌદ્ધોને અનુસરનાર જનો એ અહીં પણ મતભેદ જાહેર કર્યો છે અને અન્ય દાર્શનિક સંમત પ્રમાણની નિર્ણાયક્તાને સ્વીકાર કર્યો છે. '
વિપર્યય કે ભ્રમ કોને માન એટલે કે કયું જ્ઞાન મિથ્યા છે તેની ચર્ચા દાર્શનિકેએ કરી છે, તેને સંક્ષેપમાં નિર્દેશ અહીં જરૂરી છે.દાનિકોએ પિતાની તત્વસ્વરૂપની વિચારણાને અનુસરીને જ ભ્રમવિવેચના કરી છે–એ દીવા જેવું સ્પષ્ટ છે. વિજ્ઞાનાદ્વૈત વાદી બૌદ્ધો વિજ્ઞાનથી અતિરિક્ત કોઈ તત્ત્વને સ્વીકારતા જ નથી તે તેમને તે તત્વવિજ્ઞાનથી ભિન્ન કેઈ છે જ નહિ. તેથી તેમણે કહ્યું કે તે સ્વયંપ્રકાશી વિજ્ઞાન ગ્રાહ્ય-ગ્રાહકભાવથી શૂન્ય છે છતાં તેને ગ્રાહ્ય–ગ્રાહક માનવું એ એક ભ્રમ છે અને બાહ્ય કશું નથી છતાં અન્તસ્તત્વ=વિજ્ઞાનમાં બાહ્ય આરેપ કરે એ પણ ભ્રમ છે. આ દષ્ટિએ વિચારતાં માત્ર શુતિમાં રજાનું જ્ઞાન એ જ ભ્રાન્તિ નથી પણ બધા જ સવિષય પ્રત્યયો-જ્ઞાન બ્રાન્ત જ છે. સ્વયં જ્ઞાન જ બાહ્યરૂપે આરોપિત થતું હોઈ તેને આત્મખ્યાતિ એટલે કે સ્વયં વિજ્ઞાનની જ
ખ્યાતિ એટલે ભાન માનવું જોઈએ, તેને એકમાં બીજાને પ્રત્યય માની અન્યથાખ્યાતિ કહી શકાય નહિં. આની વિરુદ્ધ બ્રહ્મવાદીઓની અનિર્વચનીય ખ્યાતિ છે. એટલે કે બાહ્ય પ્રપંચ અવિદ્યાને વિલાસ છે અને તે અવિદ્યા બ્રહ્મથી ભિન્ન કે અભિન્નરૂપે કહી શકાતી નથી માટે બાહ્યનું જ્ઞાન એ અનિર્વચનીય ખ્યાતિ છે. બ્રહ્મજ્ઞાન એ જ સમ્યગજ્ઞાન છે. તેથી અન્ય તે મિથ્યા છે, તેથી બાઘનું જે કાંઈ જ્ઞાન છે તે મિથ્યા છે.
મીમાંસકને મતે અવિદ્યમાનને તે પ્રતિભાસ બને જ નહિ. તેથી વિજ્ઞાન આલમ્બનશૂન્ય માની શકાય નહિ. બૌદ્ધોએ જેમ જ્ઞાનને બાહ્યાલંબન રહિત માન્યું છે એમ તે મીમાંસક સ્વીકારી શકે તેમ હતું નહિ કારણ તેમને મતે બાહ્ય વસ્તુની સત્તા તે છે જ. અર્થે બે પ્રકાર છે-લૌકિક અને અલૌકિક. રજતમાં રજાનું જ્ઞાન એ લૌકિક અર્થનું જ્ઞાન છે, કારણ, લૌકિક અર્થ વ્યવહારમાં સમર્થ છે પણ અલૌકિક અર્થનું ભાન થાય છે