________________
જન પરંપરાને ઈતિહાસ ( ભાગ ૨, પૃ. ૫૭૩ ) માં જણાવ્યા પ્રમાણે નીચેના ગ્ર દેવસૂરિએ રચ્યા છે
૧. પ્રમાણનયતવાલક ૨. સ્યાદ્વાદરત્નાકર ૩. મુણિચન્દગુસ્યુઈ ૪. ગુરુવિરહવિલાપ ૫. દ્વાદશ તરવરૂપ ૬. કુરુકુલ્લાદેવીસ્તુતિ ૭. પાર્શ્વધરણેન્દ્ર સ્તુતિ ૮. કલિકુંડ પાર્શ્વનાથ યંત્રસ્તવન ૯. વાવાભિગમ–લઘુત્તિ ૧૦. યતિદિનચર્યા ૧૧. ઉપધાન સ્વરૂપ ૧૨. પ્રભાત સ્મરણ ૧૩. ઉપદેશ કુલક ૧૪. સંસાદ્વિગ્ન મનોરથ કુલક વગેરે.
આમાંના પ્રથમ બે સિવાય કોઈ પણ ગ્રન્થને ઉલ્લેખ શ્રી. મો. દ. દેસાઈએ પોતાના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસમાં દેવસૂરિના ગ્રન્થ તરીકે નથી કર્યો. એમ માનવાને કારણ છે કે પૂ. ત્રિપુટી મહારાજે આ સૂચી જૈન ભંડારોના સૂચિપત્રોમાં દેવસૂરિને નામે ચડેલ ગ્રન્થોને આધારે બનાવી છે. જિન રત્નકેપમાં, પાટણ ભંડારની સૂચીને આધારે નોંધ છે કે મુનિયદ્રસૂરિસ્તુતિ-(અપભ્રંશ) રચના દેવસૂરિએ કરી છે. આ જ ગ્રન્થ નં. ૩માં નિર્દિષ્ટ છે. નં. ૪ને વિષે એમ કહી શકાય કે જિનનકોષમાં નિર્દિષ્ટ મુનિચન્દ્રસૂરિવિરહતુતિથી તે અભિન્ન છે. જિનરત્નકપમાં તેને દેવસૂરિની કૃતિ તરીકે જણાવી છે. અને તેની પ્રતે લીંબડી- પાટણ ભંડારમાં છે નં ૫ ને ઉલ્લેખ જિનરત્નષમાં નથી. નં ૬ વિષે લા. દ. વિદ્યામંદિરના વિવિધ ભંડારોમાં તપાસ કરતાં એ સ્તોત્ર મળે છે ખરું પણ તેમાં દેવસૂરિના ક ત્વને ઉલ્લેખ જોવા મળતો નથી જેન ગ્રન્થાવલીને આધારે જિનરત્નષમાં કુરુકુલ્લાદેવી સ્તવનને ઉલ્લેખ છે પણ કર્યાનું નામ જણાવ્યું નથી. નં ૭ વિષે જિનરત્નષમાં ઉલ્લેખ નથી, નં. ૮ વિષે જણાવવાનું કે જિનરત્નષમાં “કલિકુંડ પાર્શ્વનાથ સ્તવન” નામનો ઉલ્લેખ છે પણ લેખકનું નામ જણાવ્યું નથી. ન. ૯ વિષે જિનરત્નોમાં ઉલ્લેખ છે પણ તેમાં દેવસૂરિનું કર્તા તરીકે નામ શકિત રાખ્યું છે. નં. ૧૦ યતિદિનચર્યા વિષે જિનરનષમાં દેવસૂરિની કૃતિ તરીકે ઉલ્લેખ મળે છે. તે ગ્રન્થ પ્રાકૃતમાં ૩૦૬ ગાથા પ્રમાણ હેવાનો ઉલ્લેખ પણ તેમાં છે. તેની પ્રશસ્તિમાં દેવસૂરિના નામનો ઉલ્લેખ પણ છે. ( જુઓ પિટર્સન, III A. p. 216 ). નં. ૧૧ ઉપધાનસ્વરૂપ વિષે
૧ પ્રભાવકયરિત-વાદી દેવસૂરિચરિત–લેક ૨૮૦, પૃ. ૧૮૧.