________________
( ૩૬-૩૮ ) અને પછી અનેક વિદ્વાને સાથે વાદ કરીને તેમને પરાજિત કર્યા અને અનેક મિત્રો મેળવ્યા ( ૩૯-૪૪ ). આથી તેમના ગુરુએ તેમને દેવસૂરિ નામ આપીને આચાર્યપદે સ્થાપ્યા ( ૪૫ ) અને દેવસૂરિની ફેઈને ગુરુએ મહત્તરાપદ આપ્યું અને તેમનું નામ ચંદનબાલા રાખ્યું ( ૪૬-૪૭). દેવસૂરિએ ધોળકામાં સીમંધરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. પ્રભાચંદ્ર આચાર્યના સમયમાં પણ તે મંદિર ઊદાવસનિને નામે વિદ્યમાન હતું એમ તેઓ નેધે છે ( ૪૮–પર ).
નાગપુર ( નાગોર ) તરફ વિહારમાં વચ્ચે આબુ પહાડ ઉપર ચડતા હતા ત્યારે સિદ્ધરાજના મંત્રી અંબાપ્રસાદ સાથે હતા. તેમને સર્પદંશ થતાં આચાર્યના પ્રભાવથી સર્પનું ઝેર દૂર થયું હતું ( ૫૩-૫૫ ). આ અંબાપ્રસાદ એ જ છે જેમણે કાવ્યક૫લતા નામનો અલંકાર ગ્રંથ રચ્યો છે, જેની ટીકાનું પ્રકાશન લા. દ. ગ્રંથમાલામાં આ પૂર્વે કરવામાં આવ્યું છે. અંબિકાદેવીની આજ્ઞાથી સપાદલક્ષ ( સાંભર પ્રદેશ) તરફ આગળ જવાને બદલે તેઓ અણહિલપુર પાછા ફર્યા. (૫૬-૫૮) તેવામાં દેવબોધ નામનો ભાગવત પાટણમાં આવ્યો અને ગૂઢ પત્રવાક્ય લખીને ત્યાંના વિદ્વાનો સમક્ષ વ્યાખ્યા માટે રજૂ કર્યું. વિદ્વાનો મૂંઝાયા પણ તેને અર્થ કરી શક્યા નહિ. પછી મંત્રી અંબાપ્રસાદે દેવસૂરિનું નામ તેના સ્પષ્ટીકરણ માટે સિદ્ધરાજ આગળ ધર્યું અને દેવસૂરિએ તે પત્ર વાક્યનો ગ્રંથિભંગ કરી બતાવ્યો. આથી સિદ્ધરાજ દેવસૂરિથી પ્રભાવિત થઈ તેમનો મિત્ર બની ગયા (૬૧-૬૬).
બાહડ નામના -શ્રાવકને સુમાગે ધનવ્યય કરો હતો એટલે દેવસૂરિએ તેને જિનાલય બંધાવવાની અને તેમાં ભ. મહાવીરની મૂર્તિની પ્રતિષ્ઠા માટે સલાહ આપી. તે પ્રમાણે તેણે બધી તૈયારી કરી. તેવામાં દેવસૂરિના ગુરુ આ મુનિચંદ્રને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૭૮માં થયો અને પછી એક વર્ષ પૂરું થયે ૧૧૭૯માં મંદિરની પ્રતિષ્ઠા દેવસૂરિએ કરી ( ૬૭-૬૩ ). - પછી દેવસૂરિ નાગપુર ( નાગર ) ગયા ત્યાં દેવાધે રાજા સમક્ષ તેમની પ્રશંસા કરી તેથી રાજાએ તેમને બહુમાનપૂર્વક નગરમાં રાખ્યા. તે દરમિયાન સિદ્ધરાજે નાગોર ઉપર ચડાઈ કરી પણ ત્યાં દેવસૂરિ હતા તેમ જાણીને પાછા ફરી ગયો પરંતુ દેવસૂરિને ત્યાંથી પાટણ બેલાવી લઈ પુનઃ ચડાઈ કરીને સિદ્ધરાજે નાગર જીતી લીધું. ( ૭૪–૮૦ ).
ત્યાર પછી શ્રાવકોના આગ્રહથી કર્ણાવતી ( અમદાવાદ પાસેનું તે કાળનું નગર) ચાતુર્માસ રહ્યા હતા ત્યારે કર્ણાટક દેશના દિગમ્બર વાદી કુમુદચંદ્ર પણ ત્યાં ચાતુર્માસ રહ્યા હતા. કર્ણાટકના રાજા જયકેશી, જે સિદ્ધરાજની માતાના પિતા થતા હતા, તેના તે ગુરુ હતા (૮૪) અને શ્વેતામ્બરસંપ્રદાય તથા દિગમ્બર સંપ્રદાયના મતભેદોને આગળ ધરીને વિવાદ, ખડો કરવા પ્રયત્ન કરવા લાગ્યા. આથી દેવસૂરિના શિષ્ય માણિક્ય ક્રોધે ભરાયા પરંતુ દેવસૂરિએ તેમને શાંતિ રાખવા સલાહ આપી. પરંતુ એક વૃદ્ધ સાધવીની છેડતી
જ્યારે તેના દ્વારા થઈ ત્યારે દેવસૂરિએ તેની સાથે વાદ કરવાનું નકકી કરીને પાટણના સંધને વિજ્ઞપ્તિ લખાવી કે અમે વાદના નિમિત્તે પાટણ આવવાના છીએ તે વ્યવસ્થા