________________
ન
કાંઈક આચાર્ય રત્નપ્રભે પિતાની સ્વતંત્ર બુદ્ધિને પણ પ્રયોગ કર્યો છે અને માત્ર આચાર્ય વાદી દેવસૂરિનું જ અનુકરણ કર્યું છે એમ નથી. વળી દુર્ભાગે સ્યાદ્વાદરનાકર સંપૂર્ણ ઉપલબ્ધ પણ નથી તેથી તેની ટીકાની પૂર્તિ પ્રસ્તુત રત્નાકરાવતારિકા દ્વારા જ થઈ શકે છે–આથી પણ તેની વિશેષ ઉપયોગિતા છે જ. પંજિકા અને ટિપ્પણ
પ્રથમ જણાવ્યા પ્રમાણે “રત્નાકરાવતારિકા એ કિલષ્ટ ગ્રન્થ છે. તેથી તેના વિવરણની આવશ્યક્તા હતી જ. તેની પૂતિ આ. રાજશેખરે પંજિકા ” લખીને અને મુનિ જ્ઞાનચન્દ્ર ટિપ્પણ” લખીને કરી છે. આ બન્ને ટીકાઓ મૂળ રત્નાકરાવતારિકાના કઠિન સ્થળને સરળ રીતે સમજાવી દે છે, તેથી આ બન્ને ગ્રન્થ પણ રત્નાકરાવતારિકાને સમજવામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થયા છે. આથી જ જન ગ્રન્થભંડારોમાં આ બંનેની અનેક હસ્તપ્રત મળી આવે છે. આ બને અત્યાર સુધી સંપૂર્ણપણે છપાયા હતા નહિ. આ પૂર્વે માત્ર બે પરિચ્છેદ પૂરતા જ તે છપાયા હતા. પરંતુ આ ગ્રન્થમાં તે સર્વપ્રથમ છાપવામાં આવ્યા છે, જે જિજ્ઞાસુને ઉપકારક નિવડશે એમાં સંદેહ નથી.
. વળી, અનેક વાદના મુદ્દાઓમાં પંજિકા અને ટિપણમાં કેટલીક નવી સામગ્રી પણ આપવામાં આવી છે જેનો નિર્દેશ મૂળ અવતારિકામાં પણ નથી. આથી પણ આ બને ગ્ર અભ્યાસનો વિષય બને એ જરૂરી છે. આચાર્ય વાદી દેવસૂરિ
" આચાર્ય વાદી દેવસૂરિના જીવનચરિતની સામગ્રી માટે નીચેના ગ્રન્યો ઉપયોગી છે– ૧ મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ–યશોવિજય ગ્રન્થમાલા, કાશી ૨ પ્રભાવરિત (વિ. ૧૩૩૪) સિંધી જૈન ગ્રન્થમાલા ૩ પ્રબંધ ચિંતામણિ (વિ. ૧૩૬૧) સિંધી જૈનગ્રન્થમાલા ૪ પ્રબન્ધકેષ (વિ. ૧૪૦ ૫) સિંધી જૈન ગ્રન્થમાલા ૫ પુરાતનપ્રબ ધસંગ્રહ, સિંધી જૈન ગ્રન્થમાલા ૬ વાદીન્દ્ર દેવસૂરિચરિત્ર (અધૂરી હસ્તપ્રત–પરિચય માટે જુઓ, જૈન સત્યપ્રકાશ, અંક
પ૬, પૃ. ૨૮૬માં શ્રી અગરચંદ નાહટાજીને લેખ). ૭ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૨૪૭-૨૪૯–જેન વે. કોન્ફરસ, મુંબઈ ૮ કાવવાનુશાસન, પ્રસ્તાવના પૃ. ccxlvii–cclv પ્રથમ આવૃત્તિ, મહાવીર જન - વિદ્યાલય, મુંબઈ - જન પરંપરાને ઇતિહાસ, ભાગ-૨, પૃ. ૫૬૦–૧૭૫–ચારિત્ર સ્મારક ગ્રન્થમાલા,
અમદાવાદ, - શ્રીપ્રભોચન્દ્રાચાર્યે પ્રભાવચરિત' નામે ગ્રંથમાં જૈન પ્રભાવક આચાર્યોનાં જે જીવન ચરિતે લખ્યાં છે તે આર્ય વજસ્વામીથી માંડી આચાર્ય હેમચંદ્ર સુધીના કુલ મળી ૨૨
૧. ઉદાહરણ તરીકે જુઓ પ્રથમ મંગલ શ્લોકની વ્યાખ્યા.