________________
પ્રમાતા–
અન્ય દર્શનમાં પ્રારંભમાં જ તત્વજ્ઞાન શા માટે જરૂરી છે એની ચર્ચા હોય છે. અને મોક્ષ માટે તેને ઉપયોગી છે એમ સામાન્ય રીતે કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં માત્ર એટલી જ પ્રતિજ્ઞા છે કે અહીં પ્રમાણ અને નયના સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવશે. આથી મોક્ષ કે તેના માર્ગની ચર્ચા આમાં નહીં આવે એવો સામાન્ય રીતે ખ્યાલ બંધાય પણ તેનું નિરાકરણ પ્રમાતાના સ્વરૂપ પ્રસંગે (૭. ૫૫–૫૭) આચાર્યો કરી દીધું છે. અને તેના સ્વરૂપનિરૂપણમાં જે જે વિશેષણે આપ્યાં છે તે બધાં જ સાર્થક છે. અને તે તે વિશેષણે દ્વારા અન્ય દાર્શનિકની માન્યતાથી જૈનસંમત આત્મસ્વરૂપ ક્યાં જુદું પડે છે તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આમાં સ્વયં જૈનોમાં પણ જે સંપ્રદાયભેદે ભેદ છે તે પ્રત્યે પણ દયાન દોરવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે કઈ પણ સ્ત્રી કે પુરુષ સભ્ય જ્ઞાન અને સમ્યક્ ક્રિયા દ્વારા મુક્તિ પામી શકે છે.
ગુજરાતમાં પ્રમાણવિદ્યાનો અવતાર પ્રમાણનયતત્ત્વાક-સ્યાદ્વાદરત્નાકર - ગુજરાતના ઇતિહાસમાં સોલંકીયુગ એ સુવર્ણયુગ કહેવાય છે તેનાં અનેક કારણોમાં એક એ પણ છે કે આ કાળમાં ગુજરાતમાં વિદ્યાના ક્ષેત્રે અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિધાના વિવિધ વિષયમાં માળવાના રાજા મુંજ-ભેજની જોડીએ અને તેમના પૂર્વજોએ માળવાને જે પ્રતિષ્ઠા આપી હતી તેવી પ્રતિષ્ટા ગુજરાતમાં પણ જામે એ જોવાની તમન્ના ગુજરાતના રાજાઓને પણ થઈ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળની જોડીએ વિદ્વજનને જે આદર અને પ્રતિષ્ઠા આપ્યાં તેથી ગુજરાત પણ અપૂર્વ વિદ્યાધામ બની ગયું અને વાઘેલા કાળમાં પણ એ પરંપરા ચાલુ રહી.
આચાર્ય વાદી દેવસૂરિ સિદ્ધરાજના કાળમાં થયા અને તેમણે સ્વયં અને તેમના શિષ્યોએ ગુજરાતમાં વિદ્યાની પ્રતિષ્ઠા વધારવામાં ના સૂનો ફાળે નથી આપ્યો. તે કાળના સમગ્ર ભારતમાં જે દાર્શનિક ગ્રન્થો લખાયા છે, તેમાં સ્વયંરચિત પ્રમાણનયતવાલેકની ટીકાને બહાને આકર ગ્રન્થરૂપે વાદી દેવસૂરિએ સ્યાદ્વાદરત્નાકર લખે, એ પ્રમાણવિદ્યાના આકગ્રન્થોમાં શ્રેઇગ્રન્થ છે તેમ કહેવામાં અનૌચિત્યને દેષ નથી. સમગ્ર ભારતની દાર્શનિક પ્રવૃત્તિનું આકલન પ્રથમ સૂત્રરૂપે પ્રમાણનયતત્ત્વાલકમાં અને પછી તેની વિસ્તૃત ટીકા સ્યાદ્વાદરનાકર ગ્રન્થમાં જિનદષ્ટિએ કરવામાં આવ્યું છે. જન દર્શન એ સર્વમતસમન્વયનું દર્શન હેઈ સ્યાદ્વાદરનાકરમાં સર્વમતોનો સંગ્રહ અને સમન્વય જોવા મળે છે. જેનદષ્ટિએ થયેલ એ નિરૂપણમાં પૂર્વ પક્ષરૂપે વિવિધ દાર્શનિક મતોને જે પ્રકારે સ ગ્રહ થયો છે તેને કારણે ભારતવર્ષને તે કાળના દાર્શનિક વિવાદનું ચિત્ર ખડું કરવામાં એ એક સંપૂર્ણ સાધન છે એમ કહેવામાં આવે તે અતિશયોક્તિ નથી. તેમાં ઉલેખાયેલા અનેક બૌદ્ધ ગ્રન્થ અને બીજા અનેક ગ્રન્થ આજે ઉપલબ્ધ પણ નથી પરંતુ તેની ભાળ માત્ર સ્યાદ્વાદરત્નાકરથી જ મળે છે.
આ ગ્રન્થની રચનામાં આચાર્ય વાદી દેવસૂરિએ પ્રભાચના પ્રમેયકમલમાતા અને ન્યાયકુમુદચન્દ્રને પૂરો ઉપયોગ કર્યો જ છે. ઉપરાંત તેમના પણ પૂર્વજ વિદ્યાનન્દ અને અલંક જેવાના જેન દાર્શનિક ગ્રન્થને પણ તેમાં ઉપયોગ થયો છે અને તેમના પણ પૂર્વજો