________________
તેની સાથે નિયવિચારણું પણ કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રાચીન ભગવતી જેવી આગમાં કવ્યાર્થિક-પર્યાયાર્થિક જેવા નો ઉલ્લેખ છે. પણ પછી સાત નાની માન્યતા સ્થિર થઈ અને તે સાતને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના ભેદે તરીકે સ્વીકારવામાં આવ્યા. તે જ પરંપરા જેન દાર્શનિકેએ પણ માન્ય રાખી છે અને તેને અનુસરીને નોની વ્યાખ્યા કરી છે.
તત્વનું નિરૂપણ અનેક પ્રકારે થઈ શકે છે, તે તે તે પ્રકાર તે નય છે–આવી સામાન્ય વ્યાખ્યા નયની છે. સારાંશ કે વસ્તુનિરૂપણના જે અનેક માર્ગો છે અથવા તે દષ્ટિ છે તે નો છે. આવા નયોનું વર્ગીકરણ કરીને સાત નો સ્વીકારવામાં આવ્યા અને તેને પણ કવ્યાર્થિક અને પર્યાયાર્થિકરૂપે અથવા તે અર્થના અને શબ્દનય રૂપે વહેંચી દેવામાં આવ્યા. તે તે કાળે પ્રચલિત વિવિધ દાર્શનિક માન્યતાઓને સંબંધ પણ આ નયો સાથે જોડવામાં આવ્યો અને નયોના સુનય-દુનય એવા ભેદો પણ થયા. અન્ય મત કે દષ્ટિ કે વસ્તુને જોવાના કે નિરૂપણના પ્રકાર પ્રત્યે ઉપેક્ષા હોય તે સુનય અને જે તેનું નિરાકરણ કરી સ્વમતને જ આગ્રહ હોય તે દુર્નય–આવી પણ વ્યવસ્થા કાળક્રમે જૈન દાનિકોએ કરી. તે જ વ્યવસ્થા પ્રસ્તુત પ્રમાણનયતત્ત્વાલકમાં પણ સ્વીકૃત છે.
પ્રમાણ અને નયને પરસ્પર શું સંબંધ છે એની પણ ચર્ચા થઈ અને નક્કી કરવામાં આવ્યું છે કે વસ્તુને અખંડરૂપ કે સર્વશે જાણવાને ઉપાય તે પ્રમાણ અને તેના એક–એક અંશનું નિરૂપણ કરનાર ને નય. નય તે પ્રમાણને અંશ છે તેથી તેને પ્રમાણ ન કહેવાય તેમ અપ્રમાણ પણ ન કહેવાય, પરંતુ પ્રમાણનો અંશ કહેવાય એવી દલીલ કરવામાં આવી છે. એટલે કે સકલગ્રાહી પ્રમાણ છે તે વિકલગ્રાહી નય છે–આમ પ્રમાણુ અને નયને વિવેક કરવામાં આવ્યો છે. વળી, નય એ પણ અધિગમનું-વસ્તુને જાણવાનું સાધન છે જેમ જ્ઞાન, તે પછી તેને કયા જ્ઞાન સાથે સંબંધ માનવો?–આ પ્રશ્નના ઉત્તરમાં એમ નિશ્ચિત થયું છે કે શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન વિષયના એકાંશનું ગ્રહણ નય કરે છે અને તેનું નિરૂપણ કરે છે.
પ્રમાણ અને નયની જેમ અન્ય પણ અધિગમના ઉપાયો નિક્ષેપ વગેરે પણ આગમ ની વ્યાખ્યાઓમાં સ્વીકારવામાં આવ્યા હતા. પરંતુ પ્રમાણુવિદ્યાના ગ્રન્થોમાં એ બધામાંથી માત્ર નિક્ષેપ નિરૂપણ કવચિત્ જોવામાં આવે છે. બાકીના ઉપાયે ઉપેક્ષિત થયા. છે. પ્રસ્તુતેમાં તે એ નિક્ષેપની પણ ઉપેક્ષા જ થઈ છે.
પ્રમાણને વિષય–
આગમયુગના જૈનદર્શનમાં તરની ગણતરી કરવામાં આવી છે કવચિત તેના સ્વરૂપનું દિગ્દર્શન છે; ચર્ચા નથી. પણ જૈન દાર્શનિકેએ તત્ત્વની ગણતરી ઉપર નહીં પણ તેના સ્વરૂપની ચર્ચા ઉપર ભાર મૂક્યો છે, કારણ, જે કાળે તેમણે દનક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે તવના સ્વરૂપની ચર્ચા મુખ્ય બની ગઈ હતી.
તત્વના જડ અને ચેતન એમ બે ભેદ છે કે એક જ; અને એક જ હોય તો તે જડ ', કે ચેતન; વળી, તે નિત્ય છે કે અનિત્ય છે, કે પરિણામી નિત્ય છે; તત્વ અને તેના ગુણ